આ અભિનેતા એ હોટલ માં વાસણ ધોવાથી લઈ ને ટેબલ સાફ કરવા સુધી નું કામ કર્યું છે, આ રીતે આવ્યા ફિલ્મો માં

આ અભિનેતા એ હોટલ માં વાસણ ધોવાથી લઈ ને ટેબલ સાફ કરવા સુધી નું કામ કર્યું છે, આ રીતે આવ્યા ફિલ્મો માં

રોનિત રોય એક એવા અભિનેતા છે જેને તેનાં જીવન માં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પહેલા ટીવી અને પછી ફિલ્મો માં ખૂબ જ સંઘર્ષ કર્યો.પોતાની શાનદાર એક્ટિંગ નાં લીધે લોકો વચ્ચે તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. વર્તમાન સમય માં બધા લોકો તેને સારી રીતે ઓળખે છે. તમને જણાવી દઈએ કે, રોનિત રોય નો જન્મદિવસ ૧૧ ઓક્ટોબર નાં આવે છે તેઓ આ દિવસે પોતાનો જન્મદિવસ ઉજવે છે. તમે લોકો એ રોનિત રોય ને અલગ અલગ ભૂમિકા ભજવતા જોયા હશે. તેમનાં દરેક પાત્ર ને  દર્શકો એ ખૂબ જ પસંદ કર્યું છે. પોતાની ભૂમિકા ને લીધે તેઓ લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનાં નાના ભાઈ રોહિત રોય પણ ટીવી જગત નાં અભિનેતા છે. આજે અમે તમને તેનાં જીવન સાથે જોડાયેલી મહત્વ પૂર્ણ વાતો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ

Advertisement

રોનિત રોય ને એક્ટિંગ માં રસ હતો

રોનિત રોયે પોતાની સ્કૂલ નો અભ્યાસ પૂરો કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો હતો. તેમને એક્ટિંગ નો  ખૂબ જ શોખ હતો. પરંતુ એક્ટિંગ ની દુનિયા માં કારકિર્દી શરુ કરવી તે સરળ ન હતું. મેનેજમેન્ટ નો કોર્સ કર્યા બાદ તેઓ મુંબઈ આવ્યા અને સુભાષ ધાઈ નાં ઘરે રહેવા લાગ્યા. રોનિત રોય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરવા માંગતા હતા. પરંતુ સુભાષભાઈ એ તેમને જણાવ્યું કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કામ મળવું ખૂબ જ મુશ્કેલ છે. રોનિત રોયે મુંબઈની ‘સિ રોક હોટલ’ માં ટ્રેનિં ની નોકરી કરી નોકરી નાં સમય દરમિયાન તેઓ ને ખૂબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો. હોટલ માં તેઓ એ વાસણ ધોયા એટલું જ નહીં ટેબલ સાફ કરવાનું કામ પણ કર્યું હતું.

આ ફિલ્મ થી બોલિવૂડ માં આવ્યા

રોનિત રોય એ બોલિવૂડ માં કામ કરવાનું નક્કી કર્યું હતું. પોતાનું લક્ષ્ય મેળવવા માટે તેઓ એ પોતાનાં જીવન માં ખૂબ જ સંધર્ષ કર્યો હતો. સંધર્ષ બાદ વર્ષ ૧૯૯૨ માં ફિલ્મ ‘જાન તેરે નામ’ માં લીડ રોલ ની ઓફર મળી. આ સમય દરમ્યાન આ ફિલ્મ ઠીક ઠીક ચાલી રહી હતી. પરંતુ રોનિત રોય ને પોતાની કારકિર્દી માં જે મંઝીલે પહોંચવું હતું તે મંઝીલ હજુ તેને મળી ન હતી. તમને જણાવી દઈએ કે, રોનીત રોય એ પોતાની કારકિર્દી ની શરૂઆત ટીવી સિરિયલ થી ચાલુ કરી હતી. જ્યારે તેને ફિલ્મો માં કામ ન મળ્યું ત્યારે તેઓ એ ટીવી ટીવી ઇન્ડસ્ટ્રી માં કામ કરવાનું નક્કી કર્યું.રોનિત રોય ને એકતા કપૂર ની પ્રખ્યાત સીરીયલ ‘કસોટી જિંદગી કી જિંદગી’ માં કામ  કરવાનો મોકો મળ્યો. સીરીયલ ની અંદર તેની ભૂમિકા ને દર્શકો એ ખૂબ જ પસંદ કરી. ત્યારબાદ તેઓ આ સીરિયલ નો પર્મનેન્ટ હિસ્સો બની ગયા.

અભિનેતા ની સાથે એક બિઝનેસમેન

રોનિત રોય અભિનેતા ની સાથે એક બિઝનેસમેન પણ છે. તમને જણાવી દઈએ કે અભિનેતા રોનિત રોય એક્ટિંગ ની સાથે સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે. તે એક સિકયોરીટી અને પ્રોટેક્શન એજન્સી ચલાવે છે. તેની કંપની બોલિવૂડ સેલિબ્રિટી ને સિક્યુરિટી પ્રોવાઇડ કરે છે.

રોનિત રોય નું અંગત જીવન

રોનિત રોય નાં અંગત જીવન વિશે વાત કરીએ તો તેઓએ બે લગ્ન કર્યા છે. અભિનેત્રી અને મોડલ નીલમ સિંહ સાથે લગ્ન થી તેમને બે બાળકો છે. તેઓ નાં પહેલા લગ્ન ૧૯૯૧ માં થયા હતા પહેલાં લગ્ન થી તેમને એક દીકરી છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *