આ અભિનેતાએ પોતાની દીકરીને પીવડાવી હતી શરાબ, કહ્યું હતું એક નહીં ચાર બોયફ્રેન્ડ રાખો

હિન્દી સિનેમા નાં પહેલા સુપરસ્ટાર નાં રૂપમાં અભિનેતા રાજેશ ખન્ના પ્રસિદ્ધ છે. આખી દુનિયા આ મહાન વ્યક્તિ પાછળ પાગલ હતી છોકરીઓ વચ્ચે તેમની ગજબની લોકપ્રિયતા હતી. કાકા નાં નામથી મશહુર રાજેશ ખન્ના નાં જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ રાજેશ ખન્નાએ પોતાની મોટી દીકરી અભિનેત્રી ટ્વિંકલ ખન્નાને કહ્યું હતું કે એક નહીં ચાર બોયફ્રેન્ડ રાખો. અભિનેતા રાજેશ ખન્ના નાં નામથી આજે દરેક લોકો પરિચિત છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ધટના હોય છે ફિલ્મી કલાકારો નું જીવન પણ રોચક કિસ્સાઓ થી ભરેલું હોય છે કાકા નાં નજીક નાં લોકો જણાવે છે કે, તે ખૂબ જ મજાકિયા અને ખુલ્લા દિલ નાં વ્યક્તિ હતા. તેના પોતાની દીકરી ટ્વિંકલ સાથે ખૂબ જ મજબૂત સંબંધ હતા.
આજે જે કિસ્સો તમને જણાવી રહ્યા છીએ તે ટ્વિંકલ ખન્ના દ્વારા જ શેયર કરવામાં આવેલો છે તેમણે વર્ષ ૨૦૧૯ દરમિયાન ફાધર્સ ડે નાં દિવસે પોતાના પિતા રાજેશ ખન્નાને એક પત્ર લખ્યો હતો એ તે દરમિયાન તેમાં આ વાત નો ઉલ્લેખ કર્યો હતો, તેઓએ કહ્યું હતું કે તેનાં પિતા ખૂબ જ કોલ્ડ હતા. રાજેશ ખન્ના પોતાની દીકરી ટ્વિન્કલ ને ડેટિંગ માટે સલાહ આપતા હતા. ટ્વિંકલ લખે છે કે પિતા રાજેશ ખન્ના એ તેમને પૂછયું હતું કે તારો કોઈ બોય ફ્રેન્ડ છે કે નહિ પછી આગળ સલાહ આપી કે, હંમેશા એક સમયમાં ચાર બોયફ્રેન્ડ રાખવા આ રીતે તમારું દિલ ક્યારેય તૂટશે નહીં.
રાજેશ ખન્નાએ ટ્વિંકલ ખન્ના ને પીવડાવી હતી શરાબ
ટ્વિંકલ ખન્ના એ લેખમાં એ પણ ખુલાસો કર્યો છે કે, પિતા રાજેશ ખન્ના એ જ તેમને પહેલીવાર શરાબ પીવડાવી હતી. અભિનેત્રી આગળ લખે છે તેઓએ હંમેશા મારી સાથે સમાન વ્યવહાર કર્યો છે ત્યાં સુધી લખ્યું છે કે તે પહેલા વ્યક્તિ છે જેણે મને શરાબ નો પહેલો ઘુંટ પીવડાવ્યો હતો, ને સ્કોચ થી ભરેલો ગ્લાસ મારા હાથમાં રાખ્યો હતો.
સાચું નામ
૨૯ ડિસેમ્બર ૧૯૪૨ માં રાજેશ ખન્નાનો જન્મ અમૃતસરમાં થયો હતો રાજેશ ખન્ના નું સાચું નામ જતીન ખન્ના છે. જણાવવામાં આવે છે કે, નાનપણ થી તેમને ફિલ્મી દુનિયા તરફ આકર્ષણ હતું. અને મોટા થતાજ તેઓએ ફિલ્મમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. પહેલીવાર ૧૯૬૬માં રાજેશ ખન્ના ૨૪ વર્ષની ઉંમરમાં હિન્દી ફિલ્મ માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી, આ વર્ષે તેની ફિલ્મ ‘આખરી ખત’ આખરી ખત આવી હતી. જે ચેતન આનંદે બનાવી હતી.
આરાધના થી બન્યા સુપર સ્ટાર
વર્ષ ૧૯૬૯ માં આવેલ ફિલ્મ આરાધના થી રાજેશ ખન્ના નાં ભાગ્યનાં સિતારો ચમકી ગયા રાજેશ ખન્ના ની આ ફિલ્મ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને તે રાતોરાત સ્ટાર બની ગયા હતા. તેઓએ ત્યારબાદ તેઓએ કટી પતંગ, અમર પ્રેમ, અનુરાગ, અનુરોધ, આવાજ જેવી હિટ ફિલ્મો આપી હતી અને ત્યારથી તેઓ સ્ટારમાંથી સુપર સ્ટાર બની ગયા હતા. રાજેશ ખન્ના નાં નામે એકી સાથે ૧૫ હિટ ફિલ્મ આપ્યા નો રેકોર્ડ પણ છે.
હિન્દી સિનેમા નાં પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાનું જીવન નાં અંતિમ દિવસ ખૂબ જ તકલીફ માં પસાર થયા હતા. વર્ષ ૧૯૭૩ માં તેઓ એક્ટર ડિમ્પલ કાપડિયા સાથે જોડાયા હતા પરંતુ બંને ૧૦ વર્ષ જ સાથે રહી શક્યા જોકે બંનેના છૂટાછેડા થયા નથી. ડિમ્પલ જણાવે છે કે, અમારા ઘરની ખુશી તે દિવસે જ ચાલી ગઈ હતી જે દિવસે મેં રાજેશ સાથે લગ્ન કર્યા હતા. તેમના મુજબ રાજેશ ખન્ના કામનાં કારણે તેમને સમય આપતા ન હતા જણાવી દઈએ કે, ૧૨ જુલાઈ ૨૦૧૨ માં રાજેશ ખન્નાએ મુંબઈમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું.