આ અભિનેતાઓ એ પહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટ બનીને બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, મોટા થઈને બન્યા સુપર સ્ટાર

આ અભિનેતાઓ એ પહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટ બનીને બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, મોટા થઈને બન્યા સુપર સ્ટાર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં દરરોજ ઘણા લોકો એક્ટર બનવાના સપના લઈને આવે છે. પરંતુ દરેક લોકોને સફળતા મળતી નથી. તેમજ ઘણા લોકો એવા છે જેમણે બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી તેઓએ ફક્ત બાળ કલાકાર તરીકે જ નામ ના મેળવ્યું પરંતુ મોટા થઈને બની ગયા ફિલ્મ ઈન્ડસ્ટ્રી નાં સુપર સ્ટાર. આજે અમે તમને આ લેખનાં માધ્યમથી બોલિવૂડનાં સ્ટાર વિશે જાણકારી આપીશું જેમણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. અને મોટા થઈને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર બન્યા. ચાલો જાણીએ, આ લિસ્ટમાં કોના કોના નામનો સમાવેશ છે.

ઋતિક રોશન

બોલીવુડ નાં ફેમસ અભિનેતા ઋતિક રોશન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના સારા લુક અને ડાન્સ માટે ખૂબ જ ફેમસ છે. તેઓએ બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની એક્ટિંગની લોકોએ પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે, ઋતિક રોશને પોતાના કેરિયરની શરૂઆત બાળ કલાકાર નાં રૂપમાં કરી હતી. તેમની સૌથી ફિલ્મ ‘આશા’ વર્ષ ૧૯૮૦ માં ઋતિક રોશન ને બાળ કલાકાર નો રોલ કર્યો હતો. ત્યારબાદ ૧૯૮૬માં ફિલ્મ ‘ભગવાનદાદા’ માં પણ તેમણે ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ઋતિક રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુખ્ય અભિનેતાનાં રૂપમાં ફિલ્મ ‘કહોના પ્યાર હે’ થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ તે સમય દરમ્યાન સુપરહિટ સાબિત થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનાં નિર્દેશક તેમના પિતા રાકેશ રોશન હતા.

આમિર ખાન

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના કેરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે ૧૯૭૩ માં ફિલ્મ ‘યાદો કિ બારાત’ થી કરી હતી. ત્યારબાદ તેમણે કેતન મહેતા ની ફિલ્મ ‘હોળી’ માં પણ કામ કર્યું હતું ૧૯૮૮ માં મુખ્ય અભિનેતા નાં રૂપમાં આમિર ખાન ને ફિલ્મ ‘કયામત સે કયામત તક’ થી બોલીવૂડમાં પોતાનું કેરિયર શરૂ કર્યું. તેમની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.

સંજય દત્ત

હિન્દી સિનેમાનાં ફેમસ અભિનેતા સંજય દત્ત પોતાના શાનદાર અભિનય નાં કારણે ફેમસ છે. લોકો તેમને પ્રેમથી સંજુબાબા, અને મુન્નાભાઈ કહીને બોલાવે છે. સંજય દત્તે પોતાના કેરિયરની શરૂઆત બાળ કલાકાર નાં રૂપમાં કરી હતી. સંજય દતે બાળ કલાકાર નાં રૂપમાં  ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ માં કામ કર્યું હતું. અને મુખ્ય અભિનેતા તરીકે તેમની પહેલી ફિલ્મ ‘રોકી’ આવી હતી. તે સમયે દરમિયાન તે સુપરહિટ સાબિત થઇ હતી.

કુણાલ ખેમુ

કુણાલ ખેમુ એ બાળ કલાકાર તરીકે ખૂબ સફળતા મેળવી હતી. તમને જણાવી દઈએ કે, કુણાલ ખેમુ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નાં રૂપ માં ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. રાજા હિન્દુસ્તાની. જખ્મ, ભાઈ, દુશ્મન, હમ હે રાહી પ્યાર કે માં બાળ કલાકારનાં રૂપમાં કુણાલ ખેમુ જોવા મળ્યા હતા.

ઋષિ કપૂર

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં સુપર સ્ટાર ઋષિ કપૂર પોતાના સમય નાં ચોકલેટી હીરો નાં રૂપમાં ઓળખાતા હતા. તે એવા પરિવારમાંથી આવતા હતા જેનું બોલિવૂડમાં ખૂબજ મહત્વપૂર્ણ યોગદાન હતું. તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂરે પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઋષિ કપૂરે નાનપણથી જ કેમેરાનો સામનો કરવાનું શીખ્યું હતું. ઋષિ કપૂરની પહેલી ફિલ્મ ‘શ્રી ૪૨૦’હતી.  ત્યારબાદ ‘મેરા નામ જોકર’ માં પણ તેમણે કામ કર્યું હતું. ૧૯૭૩ માં આવેલ ‘બોબી’ માં તેમણે મુખ્ય અભિનેતા નાં રૂપમાં ડેબ્યૂ કર્યું.

આફતાબ શિવ દસાની

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં ફેમસ અભિનેતા આફતાબ શિવદસાની એ ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એ સમય દરમ્યાન તેમણે એક બેબી બ્રાન્ડ માટે કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આફતાબ શિવ દસાની એ ‘મિસ્ટર ઈન્ડિયા’ ‘ચાલબાજ’ ‘ઈન્સાનિયત’ અને શહંશાહ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર નાં રૂપમાં કામ કર્યું હતું. અને મુખ્ય અભિનેતા તરીકે આફતાબ શિવ દસાનીએ ફિલ્મ ‘મસ્ત’ થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *