આ અભિનેત્રી એ જણાવ્યું કે બોલિવૂડ નાં મોટાભાગનાં સ્ટાર્સ શું કામ લે છે ડ્રગ્સ, અને તેમની મજબૂરી શું છે

આ અભિનેત્રી એ જણાવ્યું કે બોલિવૂડ નાં મોટાભાગનાં સ્ટાર્સ શું કામ લે છે ડ્રગ્સ, અને તેમની મજબૂરી શું છે

આ દિવસો માં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં ડ્રગ્સ ને લઈને ખૂબ ધમાલ ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રી નાં ધણા સેલિબ્રિટીઓ આ મુદ્દે પોતાની સલાહ આપતા રહે છે. આ મુદ્દે ડ્રામા કવીન તરીકે ઓળખાતી રાખી સાવંતે પણ ખુલ્લેઆમ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. રાખીએ ખુલાસા ઓ આપ્યા છે કે બોલિવૂડ નાં એકટ્રસો શા કારણે ડ્રગ્સ લે છે. એટલું જ નહીં રાખી એ આ ઈન્ટરવ્યું માં ડ્રગ્સ ને લઈને એક મોટો ખુલાસો પણ રજૂ કર્યો છે. ચાલો જાણીએ આ પુરી ઘટના શું છેરાખી સાવંતે જણાવ્યું અભિનેતા ઓ શા માટે ડ્રગ્સ લેતા હોય છે. અને નશો શા માટે કરે છે.હાલમાં જ રાખી સાવંતે આપેલા ઇન્ટરવ્યૂ માં બોલીવુડ ઈન્ડસ્ટ્રી માં ચાલી રહેલી ધમાલ ને લઈને ખુલી ને વાત કરી હતી.

Advertisement

તેઓએ કહ્યું હતું કે હું છેલ્લા ૧૫ વર્ષથી બોલીવુડ ઈન્ડસ્ટ્રી માં કાર્યરત છું. હું એવા ધણા અભિનેતા અને અભિનેત્રીઓ નાં સંપર્ક માં છુ કે જેઓ ડ્રગ્સ નું સેવન કરે છે. રાખી એ કહ્યું કે કલાકાર પોતાનાં ગ્લેમરને મેઇન્ટેન કરવા માટે ડ્રગ્સ લે છે. જોકે ઘણા લોકો નશો કરવા માટે પણ ડ્રગ્સ લેતા હોયછે. પરંતુ મોટાભાગે સેલિબ્રિટી ઓ પોતાનાં ગ્લેમર અંદાજ ને જાળવી રાખવા માટે ડ્રગ્સનું સેવન કરે છે. રાખીએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીઝ મોટાભાગ નાં કલાકારો ને ડ્રગ્સની આદત છે. તેઓએ જણાવ્યું કે ડ્રગ્સ નાં લીધે ભૂખ નથી લાગતી એટલા માટે અભિનેત્રી ઓ પોતાને સ્લિમ ટ્રીમ રાખવા માટે ડ્રગ્સ નું સેવન કરે છે. અભિનેત્રી ઓ પર વજન ને નિયંત્રણ રાખવા માટે ઘણું દબાણ હોય છે. તેને સતત એ ભય હોય છે કે તેનું વજન વધી જશે તો તેને ફિલ્મો માં કામ નહીં મળે આજ કારણે અભિનેત્રી ઓ ને ડ્રગ્સ ની આદત પડે છે.

રાખી એ જણાવ્યો પોતાનો અનુભવ

રાખી એ જણાવ્યું કે થોડા સમય પહેલા હું પોતે વજન વધવાનાં લીધે ખુબ પરેશાન હતી ત્યારે હું ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ ને વાત કરતી હતી તો તે ડ્રગ્સ લેવાની સલાહ આપતું હતું. ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું તે ખૂબ જ મામૂલી વાત છે ઘણા લોકો વજન કાબૂમાં રાખવા માટે તેનો ઉપયોગ કરે જ છે. રાખી એ જણાવ્યું કે મને આ સલાહ મંજુર ન હતી મેં ડ્રગ્સ ની જગ્યાએ યોગ કરવાનું પસંદ કર્યું. ઘણી અભિનેત્રી ઓ સ્લિમ રહેવા માટે શોર્ટકટ લે છે. સમય નાં અભાવ નાં કારણે ખોટી ટેવ પાડે છે.

આખી દુનિયા માં નશા નો વેપાર ચલી રહયો છે

રાખી સાવંતે આગળ જણાવ્યું કે ડ્રગ્સ નો ધંધો ફક્ત બોલિવૂડ માં જ નહિ પરંતુ પૂરી દુનિયા માં ચાલી રહ્યો છે. તેણે જણાવ્યું કે હું ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો ને ઓળખું છું કે જે ડ્રગ્સ લે છે પરંતુ મારે તેનાં નામ લેવાનો કોઈ હક્ક નથી. રાખી એ કહ્યું કે ફક્ત બોલિવૂડ ને જ ગટર કેવું યોગ્ય નથી. ડ્રગ્સ નું સેવન તો આખી દુનિયા માં થઇ રહ્યું છે. એવામાં ફક્ત બોલિવૂડ ને જ નિશાન બનાવું યોગ્ય નથી.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *