આ અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર સંરક્ષણ પ્રધાન માટે પ્રેમ દર્શાવ્યો, યૂઝરે કહ્યું હતું એનસીબી ને આમંત્રણ ન આપો

મૌની રોય ને આજે કોઈ પરિચય ની જરૂર નથી. આજે ટીવી ની પ્રખ્યાત અભિનેત્રીઓ માં મૌની નું નામ શામેલ છે. સીરિયલ નાગિન માં મૌની નો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. મૌની ની સુંદરતા કોઈ બોલિવૂડ ની અભિનેત્રી કરતાં ઓછી નથી મૌની એ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડ થી બોલિવૂડ માં પણ એન્ટ્રી કરી લીધી છે.
હાલમાં અભિનેત્રી એ માલદીવ માં તેનો ૩૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમનાં ચાહકો થી લઇ અને મોટા મોટા અભિનેતાઓ એ તેને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપી હતી. આ તમામ લોકોનો આભાર માન્યો આ સમય દરમિયાન મૌની એ એક ભૂલ કરી હતી જેના કારણે સોશિયલ મીડિયા યુઝરે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
તમને જણાવી દઈએ કે મૌની ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતા લોકો માં એક રાજ નાયક પણ હતા.પરંતુ અભિનેત્રી એ આભાર માનવાને બદલે રક્ષામંત્રી રાજ નાયક ને પોતાનાં ટ્વિટર પર ટેગ કર્યા કરી અને આભાર માન્યો. એટલું જ નહિ પરંતુ મૌની એ પોતાના ટ્વીટર પર હાર્ટ ઈમોજી નો ઉપયોગ પણ કર્યો હતો. જેવું જ યૂઝર નું ધ્યાન તેની આ ભૂલ પર ગયું ત્યારે તેઓ તેની મજાક કરવા લાગ્યા.
પોતાના આ ટ્વિટર પછી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. મૌની ને ટ્રોલ કરતી એક યૂઝરે લખ્યું કે “સિસ્ટર એનસીબી વાળા તમને ઉપાડીને લઈ જશે” તો તેજ સમયે બીજા કોઈ યૂઝરે લખ્યું કે “તમે સીધા સંરક્ષણ પ્રધાન ને જ ટેગ કર્યા. તે વિસ્તાર કંગના મેડમનો છે”. મૌની ની આ ભૂલ પછી લોકોએ તેમનાં અને રાજનાથ સિંહ વિશે મિમર્સ પણ બનાવવાનું શરૂ કરી દીધું.
જોકે તેની ભૂલ સમજ્યા પછી મૌની એ આ ટ્વીટને કાઢી પણ નાખ્યું. અને યોગ્ય વ્યક્તિને ટેગ કર્યાં. મૌની નાં કામ વિશે વાત કરીએ તો હાલમાં જ તેમની વેબ સીરીઝ “લંડન કોન્ફિડન્સ” રિલીઝ થઈ છે. આ સિરીઝ માં મૌની એ કરેલા કામને દર્શકો ખૂબ જ પસંદ કર્યું છે. ફિલ્મ કારકિર્દી ની વાત કરીએ તો આ અભિનેત્રી અયાન મુખરજી ની ફિલ્મ “બ્રહ્માષ્ટ” માં જોવા મળશે.