આ અભિનેત્રી અમિતાભ બચ્ચન ની માતા બનીને સુપરહિટ બની, પોતાનાં અભિનય થી લોકો નાં હૃદય માં વિશેષ સ્થાન બનાવ્યું

વીતેલા સમય ની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાનાં ઉત્તમ અભિનય અને તેમનાં પાત્રથી લોકો નાં હૃદય માં એક ખાસ સ્થાન બનાવ્યું છે. તેમાંની એક અભિનેત્રી નિરૂપા રોય પણ છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની મોટાભાગ ની ફિલ્મો માં માતા ની ભૂમિકા નિભાવી હતી. તે બોલિવુડ માં માં તરીકે જ જાણીતી છે. નિરૂપા રોય નો ઉલ્લેખ થતાની સાથે જ તેમનાં શ્રેષ્ઠ અભિનય માંથી માતા નુ ચરિત્ર ઉભરી આવે છે. તેના દ્વારા નિભાવવા માં આવેલ માં ની ભૂમિકા દ્વારા લોકો નાં દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. નિરુપા રોય ને બોલિવૂડ ની માં બિરુદ પણ આપવામાં આવ્યું છે. આજે અમે તમને તેનાં જીવન ની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.નિરૂપા રોય નો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૩૧ માં ગુજરાત નાં વલસાડ માં થયો હતો. ફક્ત ૧૫ વર્ષની ઉંમર માં જ નિરૂપા રોય નાં લગ્ન કમલ રોય સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે નિરૂપા રોય નું અસલી નામ કાન્તા ચૌહાણ હતું. પરંતુ લગ્ન પછી તેઓએ તેમનું નામ બદલી અને કોકિલા બલસારા રાખ્યું. લગ્ન નાં થોડા સમય પછી તેઓ મુંબઈ આવ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યા બાદ તેઓએ તેનું નામ બદલી અને નિરૂપા રાખ્યું. નિરૂપા એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ઘણા લાંબા સમય સુધી કામ કર્યું. અને તેઓએ તેમની ફિલ્મો માં પોતાનાં અભિનય દ્વારા લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા તેમની માં ની ભૂમિકા ને લોકો ખૂબ જ પસંદ કરેછે.
તમને જણાવી દઈએ કે નિરૂપા રોયે તેમની ફિલ્મ કારકિર્દી ની શરૂઆત વર્ષ ૧૯૪૬ માં ગુજરાતી ફિલ્મો થી કરી હતી. તેમની પહેલી ફિલ્મ “રાણકદેવી” હતી. નિરૂપા રોયે તેમની ફિલ્મ કારકિર્દી માં સૌથી વધુ માં ની ભૂમિકા ભજવી છે. જ્યારે નિરૂપા એ હિન્દી ફિલ્મો માં પોતાની કારકિર્દી શરુ કરી પછી ક્યારેય પાછુ વળીને જોયું નહીં. તેઓની પહેલી હિંદી ફિલ્મ ૧૯૪૯ માં ‘હમારી મંજીલ’ હતી. આમ જોઈએ તો નિરૂપા એ જેટલી પણ ફિલ્મો માં કામ કર્યું છે, તેમાં તેને માં ની ભૂમિકા માટે જ રોલ મળ્યો છે. પરંતુ તેઓએ આને ચુનોતી નાં સ્વરૂપમાં સ્વીકાર કર્યો. આજ કારણે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એક સફળ અભિનેત્રી બની શક્યા.
નિરૂપા રોયે ૧૬ ફિલ્મો માં દેવી ની ભૂમિકા ભજવી હતી. નિરૂપા રોયે તેમનાં દેવી નાં અભિનય થી લોકો નાં દિલ પર એવી છાપ છોડી કે બધા લોકો તેમને દેવી માનવા લાગ્યા. એવું કહેવામાં આવે છે કે, લોકો તેમનાં ઘરે જઈ અને તેનાં ચરણ સ્પર્શ કરતા અને તેનાં ઘરે જઈને ભજન ગાતા હતા. નિરૂપા રોયે તેમનાં જીવનમાં ઘણી ફિલ્મો માં માતાની ભૂમિકા ભજવી હતી તેથી વાસ્તવિક જીવનમાં પણ લોકોએ તેને માતા કહેવાનું શરૂ કર્યું. નિરૂપા રોયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં અભિનેતા અમિતાભ બચ્ચન થી શશી કપૂર, જીતેન્દ્ર જેવા કલાકારો ની માતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની સફળ અભિનેત્રી એ ૧૩ ઓક્ટોબર ૨૦૦૪ નાં રોજ આ દુનિયા છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે નિરૂપા રોયે ૧૯૯૯ માં આવેલી ફિલ્મ ‘લાલ બાદશાહ’ માં અમિતાભ બચ્ચન ની માતા ની ભૂમિકા ભજવી હતી. આ તેની છેલ્લી ફિલ્મ હતી.