આ અભિનેત્રી ને પસંદ કરે છે કિયારા અડવાણી, ખુલાસો કરતાં કહ્યું કે, તેમના કારણે જ

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી એક ઈન્ટરવ્યું દરમિયાન ઘણા રહસ્યો વિશે ખુલાસો કરતાં જોવા મળ્યા હતા. જેના વિશે લોકો ને બિલકુલ ખ્યાલ ન હતો. તેમણે પોતાનો ક્રશ વિશે પણ એક મોટો ખુલાસો કર્યો હતો. કિયારા અડવાણી હાલમાં જ પોતાના ક્રશ વિશે કહ્યું હતું. તે કોઈ અભિનેતા નહિ પરંતુ અભિનેત્રી છે. જેના કારણે તેમણે બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આ વિશે ઘણી બધી વાતો કરી હતી.
ફિલ્મ કબીર સિંહ માં પ્રીતિની ભૂમિકા નિભાવીને હિટ થયેલ કિયારા અડવાણી હવે બધાની ફેવરિટ બની ચૂકી છે. એવામાં દરેક વ્યક્તિ તેના વિશે બધુ જાણવા માટે ઉત્સુક રહે છે. તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણીએ પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી છે. હાલમાં જ તેમણે ગુડ ન્યુઝ ફિલ્મ કરી હતી. જેમાં તેની સાથે કરીના કપૂર અને અક્ષય કુમાર જોવા મળ્યા હતા.
ફિલ્મ ગુડ ન્યુઝ ને લઈને પ્રમોશન નાં એક કાર્યક્રમમાં પહોંચેલા કિયારા અડવાણીએ પોતાના ક્રશ નો ખુલાસો કર્યો હતો. એ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, તેમનો ક્રશ કરીના કપૂર છે. જોકે તેમણે કરીના કપૂરને જોઈને જ બોલિવૂડમાં આવવાનો નિર્ણય લીધો હતો. તે કરીના કપૂરની એકટીગ થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને તેની સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેનું સપનું ગુડ ન્યુઝ ફિલ્મમાં કરીના સાથે કામ કરી પૂરું થયુ હતું. એવામાં આ બંને અભિનેત્રીઓ એકીસાથે સ્ક્રીન પણ શેયર કરી હતી.
કીયારા અડવાણી સાથે કરીના કપૂર ની તુલના
ફિલ્મ ગુડ ન્યુઝ માં બંને અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. જેનું ટેઈલર જોયા બાદ તે બંને અભિનેત્રીઓ ના કામ ની તુલના થવા લાગી હતી. સોશિયલ મીડિયા પર બંનેના કામને લઈ ને લાંબી નોટીસ પણ લખવામાં આવી હતી. જેના કારણે કરીના કપૂર આ બાબતમાં પર જણાવે છે કે, આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે ૨૦ વર્ષ થી છે. એવામાં તેની તુલના કોઇ યુવા અભિનેત્રી સાથે કરવી યોગ્ય લાગતું નથી.
કિયારા અડવાણી ને લઈને ગુસ્સે ત્યાં હતા કરીના
કિયારા ની તુલના કરીના કપૂર સાથે થવા લાગી હતી. ત્યારે એક આ વિષય પર કરીના ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. અને કરિના કપૂરે કહ્યું હતું કે, મને આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ૨૦ વર્ષ થઈ ગયા છે.એવામાં યુવા અભિનેત્રી સાથે મારી તુલના કરવી યોગ્ય નથી. કારણ કે, બંને વસ્તુઓ બિલકુલ અલગ અલગ છે.