આ અભિનેત્રી સાસરી માં પોતાની નણંદ થી ડરતી હતી,કહયું કે મારા નણંદ અને મારા પતિ સાથે હોય ત્યારે હું નર્વસ

જ્યારે એક નવી પરણિત સ્ત્રી સાસરે જાય છે ત્યારે ફક્ત પતિ નહિ પરંતુ સાસરિ નાં દરેક વ્યક્તિ સાથે તેને સાંભળી ને ચાલવું પડે .છે સાસરિ માં સ્ત્રી ને પતિ ઉપરાંત તેની નણંદ સાથે સારું બને છે.ભાભી અને નણંદ નો સંબંધ એવો છે કે, જો બંને નાં સંબંધો એકબીજા સાથે સારા હોય તો સાસરિ માં સેટ થવા માં સરળતા રહે છે. નણંદ સસરિ માં તમને એડજેસ્ટ કરવામાં ખૂબ જ મદદ કરે છે. તે તમારી સાથે એક મિત્ર ની જેમ ઉભી રહે છે. આવો જ નણંદ અને ભાભી નો સબંધ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર અને સોહા અલી ખાન વચ્ચે છે. આ વાત કોઈ થી છુપી નથી કે, બંને નણંદ-ભાભી એકબીજા સાથે ખૂબ સારી રીતે રહે છે. અને બંને ઘણીવાર એક સાથે પબ્લિક પ્લેસ પર પણ જોવા મળે છે. પરંતુ એક સમય એવો હતો કે, જ્યારે કરિના સોહા અલી ખાન થી ડરતી હતી.
આ વાત નો ખુલાસો ખુદ કરિના એ સોહા ની બુક લોન્ચ સમયે કર્યો હતો. આ બુક લોન્ચ સમયે કરીના એ કહ્યું હતું કે આમ તો હું કોઈ થી ડરતી નથી. આ પરિવાર ની વાત હોય તો મને મારી નણંદ સોહા અલી ખાન થી ડર લાગે છે. જ્યારે સૈફ અને સોહા ડિનર કરે છે, ત્યારે હું હંમેશા નર્વસ રહું છું. એનું કારણ એ છે કે આ બંને ભાઈ બહેનો ની વાતો મને ખૂબ જ મુશ્કેલી થી સમજમાં આવે છે. જો કે વર્તમાન માં સોહા અને કરીના વચ્ચે ખૂબ જ સારી એવી બોન્ડિંગ જોવા મળે છે.
નણંદ ની સાથે સારો સંબંધ રાખવા નાં ફાયદા ઓ કરીના ની જેમ તમે પણ તમારી નણંદ સાથે સારો સંબંધ રાખશો તો તમારા સાસરિ માં તમને ઘણા ફાયદા મળશે. જેમ કે તમારી નણંદ તમારી બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. તમને ઘર માં કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે તમારી નણંદ ને કહી શકો છો. જો તમારી નણંદ મિત્ર બની જશે તો, સાસરિ માં તમારી ભૂલ છુપાવી દે છે. તે દરેક વાત માં તમારો પક્ષ લે છે. જોકે બીજી તરફ નણંદ નું તમારે પણ ધ્યાન રાખવું જોઈએ. તેની અંગત વાતો જેમ કે, , લવ સ્ટોરી વગેરે પરિવાર ને ન કહેવું જોઈએ. કોઈ પણ છોકરી પોતાનાં માતા-પિતા કે ભાઈ ની વિરુદ્ધ સાંભળવાનું પસંદ કરતી નથી. તેથી તમારી નણંદ ને તમારા સાસરિ વાળા વિશે ન ગમતી વાત કરવી નહીં. સાસરિ માં મસ્તી, મજાક, ફરવા માટે તમને નણંદ નાં રૂપે એક મિત્ર મળી જાય છે.