આ અભિનેત્રીઓનું પરણીત પુરુષ પર આવ્યું હતું દિલ, એક અભિનેત્રી પર તો કરવામાં આવ્યો હતો ઘર તોડવાનો આરોપ

બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં ઘણા એવા સ્ટાર છે જે તેમની ફિલ્મો ની સાથે સાથે તેમનાં અંગત જીવનને લઈને પણ ચર્ચાનો વિષય બની રહે છે. દરરોજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈનો સંબંધ બને છે તો કોઈનો સંબંધ તૂટે છે. આ તમામ બાબતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે જોઈએ તો દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. એવું કહેવામાં આવે છે કે, પ્રેમ કોઈ બંધન જોતો નથી પછી ભલે તે સામાન્ય માણસ હોય કે કોઈ મોટી સેલિબ્રિટી બધા જ તેમનાં વાસ્તવિક જીવનમાં તેમનાં મનપસંદ સાથીને પસંદ કરે છે.આજે અમે આ આર્ટિકલમાં તમને બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે પરણીત પુરુષો સાથે લગ્ન કર્યા છે. હા, આ અભિનેત્રીઓનું દિલ પરણિત સ્ટાર પર આવી ગયું હતું અને તેઓએ તેમની સાથે લગ્ન કરી લીધા હતા.
હેમા માલિની
બોલીવુડ ઇન્ડસ્ટ્રી ની બસંતી એટલે કે, હેમામાલિની વિશે કોણ નથી જાણતું ? તે તેનાં સમયની સુંદર અને ઉત્કૃષ્ટ અભિનેત્રી રહી છે. હેમા માલિની વિશે જેટલી ચર્ચા તેની અભિનય કારકિર્દી ને લઈને થઈ હતી તેનાથી વધારે ચર્ચા તેમની લવ લાઈફ વિશે થઈ હતી. તમને જણાવી દઈએ કે, હેમા માલિની નું દિલ પરણીત ધર્મેન્દ્ર પર આવી ગયું હતું. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. જેનાથી તેને ચાર બાળકો સની દેઓલ,બોબી દેઓલ, વિજેતા અને અજીતા છે. અભિનેત્રી હેમા માલિની સાથે અભિનેતા ધર્મેન્દ્ર એ બીજા લગ્ન કર્યા છે. ધર્મેન્દ્ર પહેલી પત્ની હોવાના કારણે બીજા લગ્ન કરી શકતા ન હતા જેના કારણે તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને ઈશા દેઓલ અને આહના દેઓલ નામની બે પુત્રી છે.
શિલ્પા શેટ્ટી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓની યાદીમાં શિલ્પા શેટ્ટી નું નામ આવે છે. તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા ની બીજી પત્ની છે. રાજ કુંદ્રા ની પહેલી પત્ની નું નામ કવિતા છે. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે, રાજ કુંદ્રા ની પહેલી પત્ની કવિતા એ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પર તેનું ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ શિલ્પા શેટ્ટીએ તેને સંપૂર્ણપણે નકારી દીધો હતો. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી ને એક પુત્ર છે જેનું નામ વિયાન છે. અને સરોગેસી માધ્યમથી તેમની પુત્રી સમીશા નો જન્મ થયો હતો.
વિદ્યા બાલન
અભિનેત્રી વિદ્યા બાલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે પોતાના ફિલ્મ કેરિયરમાં એક થી લઈને એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેનાં શ્રેષ્ઠ અભિનય માટે જાણીતી છે. આપને જણાવી દઇએ કે, અભિનેત્રી વિદ્યા બાલને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. આ સિદ્ધાર્થ રોય કપૂર નાં ત્રીજા લગ્ન છે. સિદ્ધાર્થ રોય કપૂરે પહેલા લગ્ન બાળપણની મિત્ર સાથે અને બીજા લગ્ન ટીવી પ્રોડ્યુસર સાથે કર્યા હતા. વિદ્યા બાલન સાથે લગ્ન કરવા માટે તેમણે છૂટાછેડા લીધા હતા.
કરીના કપૂર
બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન ની પહેલી પત્ની નું નામ અમૃતા સિંહ છે અને તે બંનેને બે બાળકો છે જેમનું નામ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. સેફ અલી ખાને તેમની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા બાદ અભિનેત્રી કરિના કપૂર સાથે લગ્ન કર્યા હતા. અને તેમને એક પુત્ર તૈમુર છે.
શ્રીદેવી
તેનાં સમયની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી એ બોની કપૂર સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે બોની કપૂર નાં પહેલા લગ્ન મોના કપૂર સાથે થયા હતા અને તે બંને નાં બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. ત્યારબાદ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ છે જેનું નામ જાન્હવી કપૂર અને ખુશી કપૂર છે.