આ અભિનેતાનાં કારણે જીતેન્દ્ર અને હેમામાલીની નાં લગ્ન તૂટી ગયા હતા ચેન્નઈમાં બન્યો હતો આ કિસ્સો

આ અભિનેતાનાં કારણે જીતેન્દ્ર અને હેમામાલીની નાં લગ્ન તૂટી ગયા હતા ચેન્નઈમાં બન્યો હતો આ કિસ્સો

બોલિવૂડ નાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર એ પોતાના ફિલ્મી કારકિર્દીમાં ખૂબ જ સફળતા મેળવી છે. આજે ૮૪ વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્ર મુંબઈની નજીક લોનાવાલા માં પોતાના ફાર્મ હાઉસ પર રહે છે. તે હવે ફિલ્મી દુનિયાથી ખૂબ જ દૂર છે જોકે બોલિવુડ એવોર્ડ શોમાં તે ઓં જોવા મળે છે. ધર્મેન્દ્ર એ બોલિવૂડ ને ઘણી સારી ફિલ્મો આપી છે. બોલીવુડમાં તેમને હીમેન કહેવામાં આવે છે. હિન્દી સિનેમા આવ્યા પહેલા જ તેઓના લગ્ન ફક્ત ૧૯ વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે થઈ ચૂક્યા હતા. જોકે બોલિવૂડમાં આવ્યા બાદ તેમણે હેમા માલિની સાથે પણ લગ્ન કર્યા. એક સમય એવો હતો કે હેમામાલી નાં લગ્ન અભિનેતા જીતેન્દ્ર સાથે થવાના હતા જોકે ધર્મેન્દ્ર એ લગ્ન તોડાવીયા હતા. આવો જાણીએ આખરે  શું થયું હતું.

૮ ડીસેમ્બર ૧૯૩૫માં ધર્મેન્દ્ર નો જન્મ પંજાબમાં નરસાલી માં થયો હતો. શરૂથી જ તેમના હાઇટ બોડી ખૂબ જ શાનદાર હતા. જેથી તેનો ફાયદો તેને ફિલ્મોમાં ખૂબ જ મળ્યો. જ્યારે તે ૧૯ વર્ષનાં હતા ત્યારે તેમનાં લગ્ન પ્રકાશ કૌર સાથે થઈ ગયા હતા.  પ્રકાશ કૌર અને ધર્મેન્દ્ર નાં ચાર બાળકો છે સની દેઓલ, બોબી દેઓલ અને બે દીકરીઓ છે. બોલિવૂડમાં એક નામ મેળવ્યા બાદ હેમામાલી અને ધર્મેન્દ્ર એક બીજાના નજીક આવ્યા હતા. તે સમયે જીતેન્દ્ર હેમામાલિની ને ખુબ જ પ્રેમ કરતા હતા. જીતેન્દ્ર અને હેમા માલિનીએ પણ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંને કલાકાર તે સમયે ચેન્નઈ ગયા હતા સાથે જ જીતેન્દ્ર શોભા કપૂર જે આજે તેમના પત્ની છે. તેના રિલેશનમાં હતા.

ધર્મેન્દ્ર અને આ વાતની ખબર પડી ત્યારે તે જીતેન્દ્ર અને હેમામાલી નાં લગ્ન રોકવા માટે મદ્રાસ પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર પોતાની સાથે જીતેન્દ્ર ની પત્ની શોભા કપૂરને લઈને ગયા હતા. શોભા કપૂરે મદ્રાસ જઈને ખુબ ધમાલ મચાવી હતી અને અને ધર્મેન્દ્ર નાં કારણે જીતેન્દ્ર અને હેમામાલિની નાં લગ્ન તૂટી ગયા. ધર્મેન્દ્ર પાસે હવે હેમામાલિની સાથે લગ્ન કરવાનો સારો મોકો હતો. યોગ્ય તક જોઈને તેમણે હેમામાલીની સામે પ્રસ્તાવ રાખ્યો હતો. જેને હેમામાલીની એ સ્વીકાર કર્યો હતો. પરંતુ તે બંનેના લગ્ન પણ સરળ રહ્યા નહીં. કારણ કે, ધર્મેન્દ્ર નાં લગ્ન પણ પહેલાથી જ થયેલ હતા અને તેના બાળકો પણ ખુબ જ મોટા થઈ ગયા હતા. ધર્મેન્દ્ર હિન્દુ ધર્મ નાં લીધે બીજા લગ્ન કરી શકતા ન હતા. માટે તેઓએ  ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ દિલાવર ખાન રાખ્યું. અને ધર્મેન્દ્ર અને હેમા માલીના લગ્ન થયા. આજે બન્ને બે દીકરીઓ નાં માતા-પિતા છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *