આ બે સ્ટાર કિડ્સ છે આજે બોલિવૂડ ની શાન, તેઓની બાળપણ ની ફોટો જોઈને તમે ઓળખી પણ નહીં શકો

બોલિવૂડ નાં સ્ટાર કિડ્સ આજકાલ કોઈ ને કોઈ વાત ને લઈને ચર્ચા માં હોય છે. આ દિવસો માં બોલિવૂડ અભિનેતા સંજય કપૂર ની દીકરી શનાયા કપૂર ઘણી ચર્ચા માં છે. જોકે શનાયા નો જન્મદિવસ આ લિસ્ટ માં બોલિવુડ ની અભિનેત્રી અને ચકી પાંડે ની દીકરી અનન્યા પાંડે પણ શામીલ છે.હકીકત માં આ દિવસો માં અનન્યા પાંડે અને શનાયા કપૂર ની બાળપણ ની એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ વીડિયો માં આ બંને સ્ટાર કિડ્ઝ રસ્તા પર પ્રીતિ ઝિન્ટા નું ગીત ‘ઇટસ ટાઇમ ટુ ડી ડિસ્કો’ નાં ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો માં બંને ખુબ જ સુંદર લાગી રહી છે. તેઓ પ્રીતિ ઝિન્ટા નાં ડાન્સ સ્ટેપ ની કોપી કરવાની કોશિશ કરી રહી છે.
આ સુંદર વિડીયો અનન્યા પાંડે ની માં ભાવના પાંડે એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વીડિયો ને શેયર કરતાં કેપ્શન માં તેણે લખ્યું છે કે, ૨૧ માં જન્મદિવસે ખુબ ખુબ અભિનંદન મારી વ્હાલી શનાયા તારો આ દિવસ ખૂબ જ સુંદર રહે અને આવનાર દરેક વર્ષો તારા માટે ખુશી અને પ્રેમ લઈને આવે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. તેના ફેંસ આ વિડીયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો ને અત્યારસુધી ૬૦ હજાર થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. માં ની જેમ અનન્યા પાંડે પણ શનાયા નાં ૨૧ માં જન્મદિવસ નિમિત્તે તેની અને શનાયા ની એક ફોટો શેર કરી હતી અને કેપ્શન માં લખ્યું હતું ૨૧ માં જન્મદિવસ નાં ખૂબ ખૂબ અભિનંદન મારી પ્યારી સિસ્ટર આઇ લ વયુ સનીકેકસ.
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે અને શાહરૂખ ખાન ની દીકરી સુહાના ખાન આ દિવસોમાં હંમેશા શનાયા કપૂર ની સાથે જોવા મળે છે. આ ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે. કામ ની વાત કરીએ તો શનાંયા કપૂર પોતાની કઝીન જાનવી કપૂર ની ફિલ્મ “ગુંજન સક્સેના” માં અસિસ્ટેન્ટ ડાયરેક્ટર નું કામ કરી ચૂકી છે. ત્યાં જ અનન્યા છેલ્લી વાર ઈશાન ખટ્ટર સાથે ‘ખાલી પીલી” ફિલ્મ માં જોવા મળી હતી.