આ ભૂલોને કારણે વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ, આજ થીજ થઈ જાવ સાવધાન

આજના સમયમાં હાર્ટ એટેક નાં કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે પરિસ્થિતિ એ છે કે, નાની ઉંમર નાં લોકોને પણ હાર્ટ એટેક આવે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ધુમ્રપાન અને વધારે પડતું વજન તેમજ સુસ્ત જીવનશૈલી નાં કારણે હાર્ટ એટેક નું જોખમ વધી રહયું છે. જોકે આ કારણો વિશે દરેક વ્યક્તિને ખ્યાલ હોય છે.પરંતુ આજે અમે તમને એવા કારણો વિશે જણાવીશું કે જે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ કારણને લીધે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેથી તેને આ કારણોને અવગણવા જોઈએ નહી.
અપૂરતી ઊંઘ
સારી રીતે ઊંઘ પૂરી ના થાય તે કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. એક રિસર્ચ અનુસાર ૬ કલાક ની ઓછા માં ઓછી ઊંઘ એક વ્યક્તિએ લેવી જોઈએ. ૬ કલાકથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિને હાર્ટ એટેકનું જોખમ રહે છે. અપૂરતી ઊંઘ નાં કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે. જે હાર્ટ માટે સારી બાબત નથી.
માઇગ્રેન
જે કોઈને અડધું જ માથું દુખે છે તેને માઈગ્રેન કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા લોકોને સામાન્ય લોકોની તુલનામાં હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે. જ્યારે તમને અડધા માથાના દુખાવામાં અજીબ અવાજ સંભળાય તો તે હદયની પરેશાનીનો સંકેત હોઈ શકે છે.
વાયુ પ્રદૂષણ
હવામાં મોજુદ પ્રદૂષણ પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. દૂષિત વાયુમાં શ્વાસ લેવાથી બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીની આશંકા વધી જાય છે. તેમજ વાહનો માંથી નીકળતો ધુમાડો પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
અસ્થમા
ફેફસા સાથે સંકળાયેલી બીમારી થી પણ હાર્ટ એટેકનું જોખમ ૭૦ ટકા સુધી વધી જાય છે. તેમજ અસ્થમા ને ઇન્હેલર થી કંટ્રોલ કરવા છતાં પણ તેનું જોખમ ઓછું થતું નથી અસ્થમા નાં દરદીને છાતીમાં ગભરામણ થાય તો તે હાર્ટ એટેક નાં શરૂઆત નાં સંકેત હોઈ શકે છે.
શરદી
ઘણા ઓછા લોકો જાણે છે કે શરદી નાં લીધે પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જ્યારે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ શરદી સાથે લડી રહી હોય ત્યારે હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય છે. એક રિસર્ચ અનુસાર શ્વાસ નળીમાં સંક્રમણ હોવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. જો આ સંક્રમણને કંટ્રોલ કરી લેવામાં આવે તો આ જોખમ ઓછું થઈ જાય છે.