આ બીમારીઓ માટે રામબાણ ઉપાય છે લાલ કેળા, કેન્સર માં પણ થઈ શકે છે ફાયદો

તમે પીળા અને લીલા કેળા વિશે ખૂબ જ સાંભળ્યું હશે પરંતુ લાલ કેળા વિશે તમે લગભગ સાંભળ્યું નહીં હોય. લીલા,પીળા ઉપરાંત લાલ કેળા પણ આવે છે કે તમે આ વાત પહેલી વાર સાંભળતા હશો પરંતુ આ વાત સાચી છે કે લાલ કેળા નું પણ અસ્તિત્વ હોય છે. આમ તો કેળા ખાવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. પરંતુ આજે અમે આર્ટિકલમાં લાલ કેળા ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લાલ કેળા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયા માં વધારે જોવા મળે છે.
જોકે ભારતમાં પણ તે હવે ઉપલબ્ધ છે. લાલ કેળા દેખાવ માં પીડા કેળા જેવા જ હોય છે પરંતુ આકારમાં તેનાથી થોડા નાના અને સ્વાદમાં વધારે મીઠા હોય છે. લાલ કેળા પણ ઘણા પ્રકાર નાં પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. પીળા કેળા ખાવાથી ફાઈબર અને પોટેશિયમ મળે છે. ત્યાજ લાલ કેળા ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે. એટલું જ નહીં તેનાં સેવનથી વજન પણ ઓછુ થાય છે. ચાલો જાણીએ લાલ કેળા ખાવાથી થતા ફાયદાઓ વિશે
આંખો ને રાખે છે હેલ્ધી
લાલ કેળા આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જેની આંખો કમજોર હોય જેને ચશ્માં હોય તેમણેલાલ કેળા નું સેવન કરવું જોઇએ તેનાથી આંખો ને ખૂબ જ ફાયદો થાય છે.
કેન્સર થી સુરક્ષા
લાલ કેળા ખાવાથી કેન્સરનું જોખમ ઓછું રહે છે. તેમાં પ્રચુર માત્રામાં પોટૅશિયમ હોય છે જેનાથી કિડનીમાં પથરીની સમસ્યા પણ થતી નથી.
વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે વધારે વજનથી પરેશાન હોવ અને વજન ઓછું કરવાની ઈચ્છા હોય તો લાલ કેળા તમારા માટે રામબાણ ઉપાય છે. કારણ કે લાલ કેળા માં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. તેથી તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે એટલું જ નહિ લાલ કેળા ખાવાથી પેટ ભરેલું રહે છે જેનાં લીધે ભૂખ ઓછી લાગે છે આ રીતે તમને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ
લાલ કેળા ખાવાથી શરીર નું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે એવામાં જે લોકોને હાઈ બ્લડપ્રેશર રહેતું હોય તેવા લોકો માટે લાલ કેળા ખુબ જ ફાયદાકારક છે. બ્લડપ્રેશર નિયંત્રણ રહેવાના પરિણામ સ્વરૂપ હૃદય રોગ નું જોખમ પણ ઓછું રહે છે.લાલ કેળામાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે શરીર માટે આવશ્યક હોય છે પરંતુ તેમાં વિશેષ રૂપથી વિટામિન સી, વિટામિન બી૬ અને ફોલેટ જેવા તત્વો હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.