આ છે બિગ બોસ નાં સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ એક એપિસોડ નાં લે છે આટલા રૂપિયા

બિગ બોસ ૧૪ સીઝન પોતાના અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. ખૂબ જલ્દી જ કરોડો લોકો નો ઇન્તજાર ખતમ થશે. બિગ બોસ ને જલ્દી જ પોતાના વિજેતા મળવાના છે. ઘણા મહિનાઓ સુધી સ્પર્ધકો બિગ બોસ નાં ઘરમાં કેદ રહે છે અને બદલામાં તેને લાખો રૂપિયા આપવામાં આવે છે. ચાલો જાણીએ બિગ બોસ નાં કેટલાક મોંઘા સ્પર્ધકો વિશે
રૂબીના દિલેક
બિગ બોસ ૧૪ સીઝન માં રૂબીના દિલેક ચર્ચામાં રહ્યા છે. તેઓ આ સિઝનમાં પ્રબળ સ્પર્ધક ગણવામાં આવે છે. જાણકારી મુજબ મેકર્સ રૂબિના ને દર અઠવાડિયા નાં હિસાબ થી પાંચ લાખ રૂપિયા આપે છે. ખાસ વાત એ છે કે, રૂબીના આ સિઝનમાં સૌથી મોંઘા સ્પર્ધક છે. જણાવી દઈએ કે, રૂબીના એ પોતાનાં પતિ અભિનવ શુક્લા ની સાથે એન્ટ્રી કરી હતી. જે થોડા દિવસો પહેલા જ શો માંથી બહાર થઇ ચુક્યા છે.
ગૌહર ખાન
ટીવી નાં જાણીતા અભિનેત્રી અને બિગ બોસ નો હિસ્સો રહી ચુકેલ ગૌહર ખાન ને અઠવાડિયા નાં હિસાબથી ૨૫ લાખ આપવામાં આવતા હતા.
રાહુલ વૈદ્ય
રાહુલ વૈદ્ય બિગ બોસ ૧૪ માં સતત ચર્ચામાં રહ્યા છે, આ વચ્ચે તેઓને કોઈ કારણસર આ શો છોડવો પડ્યો છે. પરંતુ કેટલાક સમય બાદ તે પાછા ફર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ વૈદ્ય ને એક અઠવાડિયા માટે એક લાખ રૂપિયા આપવામાં આવે છે.
સિદ્ધાર્થ શુક્લા
ટીવી અને બિગ બોસની દુનિયામાં જાણીતું નામ છે આ વાત થી દરેક કોઈ પરિચિત છે કે, સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ ૧૩ સીઝન નાં વિજેતા રહી ચૂક્યા છે. બિગ બોસ તેને ખૂબ જ મોટી રકમ ચૂકવે છે. જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થ ને એક અઠવાડિયા નાં ૩૨ લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવ્યા છે.
હિના ખાન
હિના ખાને પણ બિગ બોસ નાં ઘરમાં ધૂમ મચાવી હતી. જાણવા મળ્યું છે કે, હિના ખાન ને અઠવાડિયા નાં ૨૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
જૈસમીન ભસીન
પહેલા ટીવી સિરિયલ અને પછી બિગ બોસ માં ફેમસ થઇ ગયેલી અભિનેત્રી જૈસમીન ને દર અઠવાડિયા નાં હિસાબ તરીકે થી ૩ લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જણાવી દઈએ કે, જૈસમીન બિગ બોસ ની સીઝન ૧૪ નો હિસ્સો રહી ચૂકી છે. લાંબા સમય સુધી ઘરમાં રહ્યા બાદ થોડા દિવસો પહેલા જ જૈસમીન ઘરથી બેઘર થવું પડ્યું હતું.