આ છે દેશનું અનોખું મંદિર, ત્યાં દેવતાઓ ને બદલે સુભાષચંદ્ર બોસની કરવામાં આવે છે પૂજા

હાલમાં જ પૂરા દેશમાં નેતાજી સુભાષચંદ્ર બોસ ની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી અને ઘણા પ્રકાર નાં કાર્યક્રમનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ નાં વારાણસી શહેરમાં પણ આ અવસર પર એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાંનાં લોકોએ મંદિર જઈને નેતાજી સુભાષચંદ્ર બોઝ નાં દર્શન કર્યા હતા જોકે આ શહેરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ નાં નામે એક મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં સવારથી લોકો આવીને આપણા દેશનાં મહાન નેતા નાં દર્શન કરી તેમના આશીર્વાદ લે છે. આ મંદિરમાં ભગવાન ની જગ્યાએ રાષ્ટ્ર દેવતા નાં રૂપમાં નેતાજી સુભાષચંદ્ર બોસ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરે રોજ લોકો આવે છે અને તેમનાં દર્શન કરે છે.
આ મંદિર વિશેષ પ્રકારથી દેશભક્તો માટે બનાવવામાં આવ્યું હતું. આ દેશનું એવું પહેલું મંદિર છે જે કોઈ નેતા માટે બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ મંદિર નાં પૂજારી એક દલિત છોકરી છે જેની ઉંમર ઉંમર ફક્ત ૧૪ વર્ષની છે. આ મંદિરમાં દરેક ધર્મનાં લોકો આવે છે કહેવામાં આવે છે કે, આ મંદિરની દેખભાળ મુસ્લિમ અને હિંદુ લોકો મળીને કરે છે જેના કારણે આ મંદિરમાં દરેક જાતિ અને ધર્મ નાં લોકો ને આવવાની અનુમતિ છે. સુભાષચંદ્ર બોસ નાં જન્મદિવસ નાં અવસર પર દર વર્ષે ત્યાં ભવ્ય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવે છે. ખાસ કરીને મંદિરને સજાવવામાં આવે છે.
વારાણસી નાં લમ્હી ગામમાં બનેલ આ મંદિરમાં રાષ્ટ્રીય દેવતા નાં રૂપમાં સુભાષચંદ્ર બોસ ની પૂજા કરવામાં આવે છે. રોજ સવારે સવારે અને સાંજે ત્યાં આરતી થાય છે અને તેમને પ્રસાદ ધરાવવામાં આવે છે. આ મંદિરમાં આરતી માં દેશભક્તિ નાં ગીતો ગાવામાં આવે છે. ત્યાં ઘંટની બદલે ડ્રમ અને પાઇપ વગાડવામાં આવે છે. આ મંદિર વિશે લોકોનું કહેવું છે ,કે ત્યાં જઇને માંગવામાં આવેલ દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર ને જાણીતા ઇતિહાસકાર સુભાષ વાદી રાજીવ શ્રીવાસ્તવજી એ બનાવ્યું હતું. આ મંદિર ને સુભાષ ભવન નાં નામ થી ઓળખવામાં આવે છે. ત્યાનાં લોકો નું કહેવાનું છે કે, સુભાષજી નાં દર્શન કરીને તેઓને રાષ્ટ્ર ભક્તિ ની પ્રેરણા મળશે. દૂરથી લોકો આવીને આ મંદિરે દર્શન કરે છે.