આ છે દુનિયાનું રહસ્યમય ગામ, ત્યાં ગયેલ વ્યક્તિ ક્યારેય પણ જીવિત પાછો આવતો નથી

દુનિયામાં એવી કેટલીય જગ્યાઓ છે જેની સાથે રહસ્ય જોડાયેલું હોય આ રહસ્યમય જગ્યા સાથે કોઈને કોઈ કથા જોડાયેલી હોય છે. આજે અમે તમને દુનિયા નાં એવા એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લાશો નું શહેર કહેવામાં આવે છે. આ ગામ વિશે કહેવામાં આવે છે કે, ત્યાં એક વાર જે વ્યક્તિ જાય છે તેનું જીવન થોડા દિવસો માટે નું જ હોય છે અને તે ગામમાં ગયેલ વ્યક્તિ ક્યારેય પરત આવતો નથી જે લોકો આ ગામના વિશે જાણે છે તેઓ તેનું નામ સાંભળીને જ ડરે છે આ ગામ રુસ દેશ માં છે. રુસ દેશના ઉત્તરી ઓસ્ટિયા દગાવર્સ માં આવેલ છે. આ ગામ વર્ષોથી સુમસાન છે. આ ગામમાં આવીને વસવાની હિંમત કોઈનામાં પણ નથી. અહીંયા રહેવાવાળા લોકો વર્ષો પહેલા આ ગામ છોડી ને જતા રહ્યા હતા. લોકોની વચ્ચે આ ગામને લઈને એટલો ભય છે કે, કોઈ પણ આ ગામની વિશે વાત કરવા પણ ઇચ્છતું નથી.
ભય નાં કારણે આ ગામ પાસેથી કોઈ આવતું જતું પણ નથી. ગામ ઉચા પહાડો થી ઘેરાયેલું છે અહીંયા સફેદ પથ્થરોથી બનેલા લગભગ ૯૯ મકાન છે જેમાં સ્થાનીય લોકોએ પોતાના પરિવારના સભ્યો ની લાશો દફનાવી છે આ ગામની બનેલી દરેક ઈમારત પર કોઈ ને કોઈ વ્યક્તિ ને દફનાવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે, દરેક ઘર નાં પરિવારના સભ્યોને દફનાવવામાં આવે છે. આ જગ્યાને લઇને સ્થાનિક લોકોનું માનવું છે કે, આ ઝુપંડી સમાન ઇમારતોમાં જનાર વ્યક્તિ ક્યારેય પરત આવતો નથી.આ જગ્યા નાં રહસ્ય વિશે જાણવા માટે ઘણા લોકોએ કોશિશ કરી છે પરંતુ સફળતા પ્રાપ્ત થઈ નહતી. આ ગામ માં જવું ખૂબ જ મુશ્કેલ છે અને ત્યાં સુધી પહોંચવા માટે કેડીઓં ની વચ્ચેથી રસ્તો કરીને જવું પડે છે. તેમાં કુલ ૩ કલાક લાગે છે સાથે જ આ જગ્યાનું વાતાવરણ હંમેશા ખરાબ રહે છે જેના કારણે ત્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે.
એકવાર પુરાતત્વ વિભાગે આ ગામમાં જઈ ને ઘરમાં બનેલી કબરો નું અધ્યન કર્યું હતું. પુરાતત્ત્વ ના મત મુજબ ત્યાં કબરો ની પાસે હોડીઓ મળી હતી સ્થાનીય વચ્ચે હોડીને લઇને માન્યતા છેકે, આત્મા ને સ્વર્ગ સુધી પહોંચવા માટે નદી પાર કરવી પડે છે. તેથી લાશોને હોડી પર રાખીને દફનાવવામાં આવે છે. આ ઉપરાંત પુરાતત્વ વિભાગ ને આ ગામમાં એક કૂવો પણ જોવા મળ્યો હતો. આ કુવા વિશે કહેવામાં આવે છે કે, અહીં કોઈને દફનાવવામાં આવે છે ત્યારે તેના પરિવાર નાં સભ્યો તેની યાદમાં કુવાની અંદર એક સિક્કો નાખે છે જો આ સિક્કો જળ માં રહેલ પથ્થરો સાથે ભટકાઈ જાય છે તો તેનો અર્થ આત્માને શાંતિ મળી ગઈ છે ને તે સ્વર્ગ પહોંચી ગઈ છે. આ ગામમાં બનેલા ઘર હવે તૂટવા લાગ્યા છે આ ઘરમાં હવે કોઈ રહેતું નથી અને કોઈપણ વ્યક્તિ પોતાનો અધિકાર આ ઘર પર જણાવતા નથી. ગામના દરેક ઘરની અંદર કબર હોવાને કારણે તેને મરેલ લોકોનું શહેર કહેવામાં આવે છે.