આ છે દુનિયાનો અદભૂત દરબાર જ્યાં ભક્તો ચીકન નો પ્રસાદ ધરાવે છે, અહી મહાદેવ ૩ સ્વરૂપમાં બિરાજમાન છે

આ છે દુનિયાનો અદભૂત દરબાર જ્યાં ભક્તો ચીકન નો પ્રસાદ ધરાવે છે, અહી મહાદેવ  ૩ સ્વરૂપમાં બિરાજમાન છે

મંદિરમાં પ્રસાદ તરીકે લોકો મીઠાઈ, પતાસા, ફળ વગેરે ચીજો ભગવાનને અર્પણ કરે છે પરંતુ ભારતનું આ એક એવું મંદિર છે જ્યાં પ્રસાદ તરીકે માંસ મદિરા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ મંદિર ઉત્તર પ્રદેશ નાં વારાણસી માં છે. માન્યતા છે કે, જે લોકો વારાણસી માં બટુક ભૈરવ નાં મંદિરે જઈને માંસ, મદિરા અર્પણ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન બટુક ભૈરવ ભગવાન શિવનું સ્વરૂપ છે અને તેને પ્રસન્ન કરવા માટે પ્રસાદ માં માંસ મદિરા અર્પણ કરવાનો રિવાજ છે. બાબા બટુક ભૈરવ નું મંદિર ધર્મ ની નગરી કાશી છે. આ મંદિરમાં મોટા લોકોની સાથે બાળકો પણ પૂજા કરવા માટે જાય છે અને ભગવાન બટુક ભૈરવને પૂજા કરતી વખતે પ્રસાદમાં બિસ્કીટ અને ચોકલેટ નો પ્રસાદ ધરાવે છે. પંડિત અનુસાર ભૈરવદેવ ને બિસ્કીટ અને ચોકલેટ નો પ્રસાદ ધરાવવાથી તે ખુશ થાય છે અને બાળકોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

 

બટુક ભૈરવ મંદિરમાં મહાદેવ સાત્વિક રાજસિક અને તામસી ત્રણેય સ્વરૂપમાં બિરાજમાન છે શરદઋતુ નાં વિશેષ દિવસોમાં બાબા બટુક ભૈરવને ત્રીગુણાત્મક શણગાર કરવામાં આવે છે. અને દિવસ દરમિયાન 3 વાર પ્રસાદ ધરાવવામાં આવે છે. પહેલો પ્રસાદ સવારે બીજો પ્રસાદ બપોરે અને છેલ્લો પ્રસાદ સાંજનાં સમયે ધરાવવામાં આવે છે.સવાર નાં સમયે શિવજી નાં બાળ બટુક સ્વરૂપ ની પૂજા કરવામાં આવે છે અને તેને ચોકલેટ તથા બિસ્કીટ અને માંસ મદિરા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. બપોરે રાજસી રૂપ મહાદેવની પૂજા કરવામાં આવે છે અને તેને ચોખા, દાળ, શાક અને રોટલી વગેરે પ્રસાદમાં ધરાવવા માં આવે છે. સાંજે મહાઆરતી બાદ મહાદેવની ભૈરવ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે તેને મટન કરી, ચીકન કરી અને આમલેટ પ્રસાદ ધરાવવામાં આવે છે આ ઉપરાંત શરાબ પણ ધરાવવામાં આવે છે જેથી બટુક ભૈરવ દાદા પ્રસન્ન થાય છે.

મંદિર નાં મહંત ભાસ્કર પુરી ને જ્યારે બટુક ભૈરવને ચડાવવામાં આવતા પ્રસાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ દુનિયા નો એક અદભુત દરબાર છે જ્યાં બાબા ત્રણ રૂપમાં વિરાજમાન છે. બટુક સ્વરૂપ ને બિસ્કીટ અને ચોકલેટ સાથે ફળ પસંદ છે તેથી તેમને આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે બપોરે રાજસી બાબા ની પૂજા કરવામાં આવે છે અને તેનાં વસ્ત્રોને બદલવામાં આવે છે અને ભોગમાં ચોખા અને દાળ વગેરે ધરાવવામાં આવે છે. જ્યારે સાંજે બાબા ભૈરવ ની પૂજા કરવામાં આવે છે અને તેને મદિરા સાથે તેમજ માછલી, ઇંડા વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે. મંદિર નાં મહંત ભાસ્કર પુરી અનુસાર સાંજના સમયે બાબા તામસી રૂપમાં સ્વરૂપમાં હોય છે તેથી તેમને તામસી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે. વિશેષ અનુષ્ઠાન માટે શરાબ પણ ધરાવવામાં આવે છે અને તેમને શરાબથી સ્નાન કરાવવામાં આવે છે.

કાશીમાં બાબા વિશ્વનાથ નાં દર્શન કર્યા બાદ ભૈરવ બાબ નાં દર્શન કરવા અનિવાર્ય છે જે લોકો આ નગરીમાં આવે છે તે ભૈરવ બાબા નાં દર્શન જરૂર કરે છે. લોકો પૂજા કરતી વખતે પોતાની ઇચ્છાનુસાર ભૈરવ બાબા ને પ્રસાદ ચઢાવે છે એવી માન્યતા છે કે, બાબા નાં દર્શન કરવાથી તે રક્ષા કરે છે તમારી દરેક મુશ્કેલીઓ દૂર કરે છે. જેથી તમે જયારે પણ કાશી જાવ ત્યારે જરૂર બાબા વિશ્વનાથ નાં દર્શન કરવા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *