આ દિશામાં દીવો કરવાથી થશે ધનની વર્ષા, આર્થિક પરેશાની થશે દુર

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ભૂલોના કારણે આપણા ઘરમાં એ વાસ્તુદોષ લાગી જાય છે એનો તેના પ્રભાવથી પરિવારમાં અશાંતિ વધવા લાગે છે દુઃખ, બીમારી અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘર નાં દરેક હિસ્સાનું પોતાનું અલગ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવેછે. ફક્ત પૂજા-પાઠ નહિ પરંતુ વાસ્તુ માં તો દીવાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ઘરમાં દીવો સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જોકે આપ જોકે આ દીવો કઈ દિશામાં રાખવો તે અંગે ખાસ માન્યતાઓ છે ચાલો જાણીએ તેના વિશે
બની રહેશે સુખ-સમૃદ્ધિ
સવારે ને સાંજે પૂજા કરતી વખતે ભગવાનની સમક્ષ દીવો કરવો જોઈએ તેમજ તુલસી નાં વૃક્ષ છોડ પાસે મહિલાઓ દીવો રાખે છે મુખ્યત્વે ભક્તો ઘી, સરસવ નું તેલ કે તલનાં તેલનો દીવો કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સમૃદ્ધિ બનાવી રાખવા માટે દીવો જરૂર કરવો જોઈએ.
દૂર થાય છે આર્થિક સમસ્યા
વાસ્તુ નાં જાણકારો મુજબ ગરીબીને દૂર કરવા માટે લોકો દિવા નું મુખ દક્ષિણમાં રાખીને પ્રગટાવે છે. તેનું એ કારણ જણાવવામાં આવે છે કે, શ્રીકૃષ્ણજી નાં મુખ્યત્વે મંદિરો દક્ષિણ દિશામાં સ્થાપિત છે. સાથે જ મહાલક્ષ્મી પણ દક્ષિણ દિશામાં નિવાસ કરે છે. તેથી ઉત્તર દિશામાં દીવાનું મુખ રાખવાથી રાખવાથી ધન સબંધી મુશ્કેલીઓ આવે છે.
દક્ષિણ દિશાનું મહત્વ
જ્યોતિષ મુજબ દક્ષિણ દિશામાં પૈસા ની દિશા ગણવામાં આવે છે ઘરમાં પૈસા ટકાવી રાખવા માટે દક્ષિણ દિશામાં દીવો કરવો જોઈએ એટલું જ નહીં આ દિશાને પુરુષાર્થ ની દિશા પણ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે માં લક્ષ્મી આ દિશામાં બિરાજમાન છે સાથે જ આ દિશામાં દીવો કરવાથી ઘરમાં દરિદ્રતા રહેતી નથી.
જાણો અન્ય વાતો
રોજ ઘરમાં દીવો કરવાથી વાસ્તુ વિશેષજ્ઞ જણાવે છે કે, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે જો કે ખંડિત થયેલ દીવો કરવાની ભૂલ ક્યારેય ન કરવી. દીવાને જમીન ને બદલે કોઈ વસ્તુ પર રાખવો. ભગવાન સમક્ષ દીવો કરવો ઉપરાંત તમારા મુખ્ય દ્વાર પર અને પીવાના પાણી નાં માટલા પાસે પણ દીવો અવશ્ય કરવો.