આ દિવસે આમળા નાં રસથી સ્નાન કરવાથી, જીવનમાં ક્યારેય નહીં રહે ધનની કમી

આ દિવસે આમળા નાં રસથી સ્નાન કરવાથી, જીવનમાં ક્યારેય નહીં રહે ધનની કમી

શાસ્ત્રોમાં આમળા નું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે, આ વૃક્ષ ની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, માં લક્ષ્મી અને ભોળાનાથ પ્રસન્ન થાય છે. આ વૃક્ષ પર ત્રણેય દેવોનો વાસ હોય છે તેથી ધન સંબંધી કોઇ પરેશાની હોય ત્યારે આ વૃક્ષનું પૂજન કરવું તે લાભકારી સાબિત થાય છે. આ વૃક્ષનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે અને જીવનમાં ધન ની કમી રહેતી નથી. આજે અમે તમને આમળા ના કેટલાક ટોટકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમે ધનવાન બની શકો છો અને તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે.

કરો આમળા નાં રસ થી સ્નાન

આમળાનું જ્યુસ શરીર માટે ઉત્તમ ગણવામાં આવે છે અને આમળાં નાં જ્યુસ નું દરરોજ સેવન કરી શકાય છે અને તેનાથી સ્વાસ્થ્ય ને ખૂબ જ ફાયદો થાય છે. આમળાનું જ્યુસ ની મદદથી ધનવાન બની શકાય જી હા, જો તેને શરીર પર લગાવવામાં આવે તો તેનાથી સ્નાન કરવામાં આવે તો વ્યક્તિ નાં જીવનમાં ધનની કમી ક્યારેય રહેતી નથી. નાહવા નાં  પાણીમાં થોડો આમળા નું જ્યુસ ઉમેરી અને સ્નાન કરવું એવું કરવાથી તમારા ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહેશે અને જીવનમાં તમને ક્યારેય ધનની કમી રહેશે નહીં. આમળા નાં રસથી સ્નાન કરવા માટે ગુરુવાર, શુક્રવાર અથવા એકાદશીનો દિવસ ઉત્તમ રહે છે. માટે  તમે આ ત્રણ દિવસોમાં થી કોઈપણ એક દિવસે સ્નાન કરી શકો છો.

આમળાનું કરો દાન

આમળાનું દાન કરવું ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે અને તેનું દાન કરવાથી ઇચ્છા મુજબની વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત ધન સંબંધી સમસ્યા દૂર થાય છે. તમે સાતમ નાં દિવસે આમળાનું દાન કરી શકો છો. ૧૧ કે ૨૧ આમળાં  કોઇ ગરીબ વ્યક્તિને દાન કરવા.

આમળાં નવમી નાં દિવસે કરવી પૂજા

આમળા નવમી નાં દિવસે આ વૃક્ષની પૂજા જરૂર કરવી સવારે ઊઠી સ્નાન કરી ત્યારબાદ પૂજા કરતી વખતે જળ અર્પણ કરવું અને તેની પરિક્રમા કરવી સાથે જ વૃક્ષની નીચે બેસીને ભોજન કરવું. આમળા નવમી ની કથા અનુસાર આ દિવસે આંબળા નાં વૃક્ષની નીચે ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે ભોજન કર્યું હતું. તેથી આમળા નવમી નાં દિવસે આમળા નાં વૃક્ષ નીચે બેસીને ભોજન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ ભોજન કરતી આ વખતે જો આંમળું નીચે પડે તો સમજવું કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે અને તમારા પર ભગવાનની કૃપા બની રહે છે. પુજા કરવા ઉપરાંત આમળાં નું વૃક્ષ લગાવું. એવું કરવાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધન સંબંધી સમસ્યા દૂર થાય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે, આ દિવસે ભૂલથી પણ આ વૃક્ષ નાં પાન તોડવા નહીં એવું કરવાથી પાપ લાગે છે અને જીવનમાં દુઃખ આવી શકે છે.

આ દિવસે ન કરવું આમળાનું સેવન

આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. જો કે શાસ્ત્રોમાં કેટલાક એવા દિવસો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દિવસે આમળાનું સેવન કરવું વર્જિત ગણવામાં આવે છે. માટે રવિવાર, શુક્રવાર, અમાસ એકાદશી નાં દિવસે આમળાં નું  સેવન કરવામાં આવે તો માણસ ગરીબ બને છે. માટે આ દિવસો એ આમળાનું સેવન ન કરવું. જોકે આ દિવસે તે વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *