આ દુનિયામાં હોય છે આ ૪ પ્રકાર નાં ભક્તો, જે પોતાની જરૂરિયાત મુજબ કરે છે ભક્તિ

ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજી નાં અવતાર છે. અને તેઓએ ધરતી પર જન્મ લીધો છે. મહાભારત નાં સમય દરમ્યાન કૃષ્ણજી એ ઘણા બધાં ઉપદેશો આપ્યા છે. અને ઉપદેશો ના આધારે મનુષ્ય ને પોતાના જીવનમાં સાચા અને ખોટા વિશે જણાવ્યું છે. સાચું શું અને ખોટું શું તેમજ ધર્મ અને અધર્મ વિશે પણ તેમણે ગીતાનાં ઉપદેશમાં જણાવ્યુ છે. આ કૃષ્ણ એ ગીતા માં આ ચાર પ્રકાર નાં ભક્તોનું વર્ણન કર્યું છે. કૃષ્ણના ઉપદેશમાં જણાવવામાં આવ્યું છે કે, સંસારમાં ચાર પ્રકારના ભક્તો હોય છે જેમ કે અર્થાથી ભક્ત, આર્ત ફક્ત, જિજ્ઞાસુ ભક્ત, અને જ્ઞાની ભક્ત આ ચાર પ્રકાર નાં ભક્તો નું વર્ણન ગીતાજી માં કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ, આ ચાર પ્રકાર નાં ભક્તો વિશે
અર્થાથી ભક્ત
અર્થાથી ભક્તો ને શ્રી કૃષ્ણજી એ સૌથી નિમ્ન શ્રેણી નાં ભક્ત જણાવ્યા છે. શ્રી કૃષ્ણજી અનુસાર આ એવા પાર્કર નાં ભક્તો છે જે ઈશ્વરને ફક્ત લોભ, ધન-વૈભવ, સુખ સંપત્તિ માટે જ યાદ કરે છે. આ લોકો ઈશ્વરનું સ્મરણ મતલબ ભાવથી કરે છે એવા લોકો માટે ભગવાન થી વધુ ભૌતિક સુખ જરૂરી હોય છે. એટલા માટે આ પ્રકારન નાં ભક્તોને અર્થાથી ભક્તકહેવામાં આવ્યા છે.
આર્ત ભક્ત
શ્રી કૃષ્ણ ભગવાન આર્ત ભક્તો નું વર્ણન કરતાં કહે છે કે, આ પ્રકારનાં ભક્ત ભગવાનને ત્યારે જ યાદ કરે છે જ્યારે દુઃખ અને કષ્ટ આવે છે.આ પ્રકારનાં ભક્તો નાં જીવનમાં દુઃખ અને કષ્ટ આવે ત્યારે ભગવાનની ભક્તિ કરવા લાગે છે જેથી ભગવાન તેમને બચાવી લે.
જિજ્ઞાસુ ભક્ત
જિજ્ઞાસુ ભક્ત ઈશ્વરને શોધવા માટે ભક્તિ કરે છે. આવા ભક્ત ભગવાનને પોતાની અંગત સમસ્યા માટે યાદ કરે છે અને તેઓ સંસારમાં અનિત્ય જોઈને ભગવાન ને શોધવામ લાગે છે.
જ્ઞાની ભક્ત
આ ચોથા પ્રકાર નાં ભક્ત જ્ઞાની હોય છે. આ પ્રકાર નાં ભક્તો ને ફક્ત ઈશ્વર ને જ મેળવવા ની ઈચ્છા હોય છે. માટે તે ઈશ્વર ની ભક્તિ કરે છે તે સદાય પૂજામાં લીન રહે છે અને આ પ્રકાર નાં ભક્ત કોઈપણ પ્રકારની રાખતા નથી એને બસ ભગવાનની કૃપા જોઈએ છે.