આ એક કામ કરવામાં વ્યક્તિએ ક્યારેય ન કરવી જોઇએ શરમ, અન્યથા જિંદગી બની શકે છે નર્ક

ભારતનાં ઈતિહાસમાં મહાન આચાર્ય ચાણક્ય નું એક પ્રમુખ સ્થાન છે. વર્ષો પહેલા જન્મેલા આચાર્ય ચાણક્ય નું નામ આજે પણ પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે. તેમણે ભારતનાં ઇતિહાસમાં એક પ્રમુખ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આચાર્ય ચાણક્ય ને એ વ્યક્તિ નાં રૂપમાં ઓળખવામાં આવે છે. જેમના વિશે દરેક કોઈ જાણવા ઈચ્છે છે. તેની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. કારણ કે તેમણે પોતાની નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં ઘણી એવી વાતો વિશે જણાવ્યું છે. જે આજે પણ વ્યક્તિ વિશેષ અને સમાજ માટે ખુબ જ ઉપયોગી છે. આચાર્ય ચાણક્ય ને ફક્ત ભારત માંજ નહી, પરંતુ પૂરી દુનિયામાં લોકો ઓળખે છે.
વર્ષો પહેલા આચાર્ય ચાણકયે એવી વાતો જણાવી હતી જેના પર આજે પણ લોકો અમલ કરે તો તેનાં જીવનની દરેક પરેશાની દૂર થાય અને જીવનમાં સફળતા મેળવી શકે છે. આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે, પોતાની ભૂલને સ્વીકારવી એ જાડુ લગાવવા જેવી બબત છે. થોડું અજીબ લાગે છે પરંતુ તે તમને ચમકદાર અને સાફ કરી દે છે.આચાર્ય ચાણક્ય ની આ વાતનો સીધો મતલબ છે કે, જો આપણે કોઈ પ્રકારની ભૂલ કરીએ છીએ તે ભૂલ નાની હોય કે પછી મોટી આપણે આપણી ભૂલ સ્વીકારવામાં વાર ના કરવી જોઈએ. જે લોકો પોતાની ભૂલ ની સ્વીકાર કરેછે. એવા લોકો જીવનમાં હંમેશા પ્રગતિ મેળવે છે. અને જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરેછે જેનાં તે હક્કદાર છે. એવા લોકો અન્ય લોકોથી થોડા અલગ હોય છે. આપણને આજના સમયમાં આચાર્ય ચાણક્ય ની નીતિ અને વિચાર ભલે થોડા મુશ્કેલ કે પસંદ ના આવે પરંતુ તમારે એ વાત ન ભૂલવી જોઈએ કે, તેના દ્વારા જણાવેલી વાતોનું જાતોનું સારી રીતે મનન કર્યા બાદ તે માનવ જીવન માટે ફાયદાકારક જ નીવડે છે.
મિત્રો આ વાતનો દરેક વ્યક્તિને ખ્યાલ છે કે, આવશ્યક નથી કે મનુષ્ય કોઈ પણ કામ કરે તેમાં તેને સફળતા પ્રાપ્ત થાય. ભલે તે એજ્યુકેટેડ કે અનુભવી હોય દરેક વ્યક્તિથી કોઈને કોઈ ભૂલ અવશ્ય થઈ જાય છે. એવામાં ભૂલ થવી એ કંઈ આશ્ચર્યની કે અપમાન ની વાત નથી. પરંતુ તેનાથી મોટી વાત એ છે કે, તમારથી થયેલ ભૂલનો સ્વીકાર કરવો. આજના સમયમાં એવા ઓછા લોકો છે જે પોતાની ભૂલને સ્વીકારે છે. અને તેમાંથી કોઈ શીખ મેળવે છે.
વ્યક્તિત્વમાં નિખાર આવે છે
આચાર્ય ચાણક્ય ની આ વાતનો સીધો મતલબ છે કે, જે વ્યક્તિ આગળ જઈને પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. અને પોતાની ભૂલ ની સામેવાળી વ્યક્તિ પાસે માફી માંગે છે. એવી વ્યક્તિ પોતાની નજરમાં જ નહી પરંતુ સામેવાળાની નજરમાં પણ સમ્માન ને પાત્ર બને છે. પોતાની ભૂલ સ્વીકાર કરનાર વ્યક્તિ ક્યારેય નાનો અથવા મોટો હોતો નથી. આચાર્ય ચાણક્ય ની આ વાત થોડી અજીબ લાગશે પરંતુ આ વાત માનવ માટે ઉપયોગી સાબિત થાય છે.