આ એક શરત પર થયા હતા અમિતાભ બચ્ચન અને જયા નાં લગ્ન, હરિવંશરાય બચ્ચનને દીકરાને કહ્યું હતું કંઈક આવું

Posted by

હિન્દી સિનેમા ની નામચીન અભિનેત્રી સભા સાંસદ અને અમિતાભ બચ્ચન ની પત્ની જયા બચ્ચન આજે ૭૩ વર્ષની થઈ ગયા છે. વર્ષ ૧૯૪૮ માં જયા બચ્ચન નો જન્મ મધ્યપ્રદેશ નાં જબલપુરમાં થયો હતો. જયા બચ્ચન એ બોલિવૂડમાં અનેક શાનદાર અને યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.

જયા બચ્ચન બોલિવૂડના તે પસંદ કરેલા કલાકારોમાં આવે છે. જે બોલિવૂડ સાથે રાજનૈતિક કારકીર્દી માં પણ સફળ રહ્યા છે. એક સારી અભિનેત્રીની સાથે જ દુનિયા એ તેને એક સફળ રાજનીતિ નાં રૂપમાં પણ જોયા છે. જે સમય જયા બચ્ચન પોતાની ફિલ્મ કારકિર્દીમાં શિખર ઉપર હતા. ત્યારે તેણે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરી લીધા. પરંતુ બંનેના લગ્ન એક શરત પર થયા હતા. આજે અમે તમને જયા અને અમિતાભ નાં લગ્ન સાથે જોડાયેલ એક ખાસ કિસ્સો જણાવીશું.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને હિન્દી સિનેમામાં ખૂબ જ નામ મેળવ્યું છે. અમિતાભ બચ્ચન વિશે કહેવું જ શું! પૂરી દુનિયાએ તેના નામ અને કામની પ્રશંસા કરી છે. ત્યાં જયા બચ્ચન પણ અમિતાભ પર પોતાનું દિલ ગુમાવી બેસી હતી. જણાવી દઈએ કે અમિતાભ અને જયા પહેલી વખત ફિલ્મ ગુડ્ડી ના સેટ પર મળ્યા હતા. તે ફિલ્મમાં બંને એકબીજા સાથે કામ કર્યું. ફિલ્મ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને બન્નેને પ્રેમ થઈ ગયો.

અમિતાભ અને જયા નો પ્રેમ ધીરે ધીરે વધવા લાગ્યો. જ્યારે જયા બચ્ચન હિન્દી સિનેમા નાં પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે પણ ફિલ્મ “બાવર્ચી” માં કામ કરી રહી હતી. ત્યારે પણ અમિતાભ બચ્ચન જયા ને મળવા માટે શૂટિંગ ઉપર જતા હતા. ધણો જ જલ્દી જ તેમનો પ્રેમ લગ્નમાં બદલાઈ ગયો. ૩ જુને ૧૯૭૩ માં અમિતાભે પોતાના થી પાંચ વર્ષ નાની જયા સાથે લગ્ન કરી લીધા. જણાવી દઈએ તો બન્નેના લગ્ન અચાનક થયા હતા.

અમિતાભ કરી હતી વાત

અમિતાભ બચ્ચન એક વખત આ વાત કહેતાં કહ્યું હતું કે, ફિલ્મ જંજીર ની સફળતા પછી બધા મિત્રો મળીને લન્ડન જવાની તૈયારી કરી રહ્યા હતા. જેમાં તેમની સાથે જ્યા પણ જવા માગતી હતી પરંતુ પિતા હરિવંશરાય બચ્ચન ની શરત ના લીધે બંને લગ્ન બંધનમાં જોડાવું પડ્યું. વાસ્તવમાં જ્યારે હરિવંશરાય બચ્ચન ને ખબર પડી કે, જયા પણ અમિતાભ સાથે લન્ડન જવા માંગે છે. ત્યારે તેમણે અમિતાભની સામે શરત રાખી જો સાથે લન્ડન જવું હોય તો પહેલાં બંને લગ્ન કરો.

પિતા હરિવંશરાય ની શરત આગળ અમિતાભ બચ્ચન ને નમવું પડ્યું તેમણે પિતા ની વાત માનતા જયા બચ્ચન સાથે ૧૯૭૫ માં લગ્ન કરી લીધા. બંને ના લગ્ન એક સાદા સમારોહમાં થયા હતા. ત્યારબાદ બંને પોતાના મિત્રો સાથે લન્ડન જવા માટે રવાના થઇ ગયા. લગ્ન પછી અમિતાભ અને જયા ને બે બાળકો પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા ના માતા પિતા બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *