આ એક વસ્તુ પર્સમાં રાખવાથી ક્યારેય નહીં રહે ધનની કમી, હંમેશા પૈસાથી ભરેલું રહેશે પર્સ

આ એક વસ્તુ પર્સમાં રાખવાથી ક્યારેય નહીં રહે ધનની કમી, હંમેશા પૈસાથી ભરેલું રહેશે પર્સ

વાસ્તુશાસ્ત્રમાં પર્સ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવવામાં આવી છે જેનું પાલન કરવાથી હમેશા તમારું પર્સ ધનથી ભરેલું રહે છે અને ફાલતુ ખર્ચાઓથી મુક્તિ મળે છે. જો તમે પણ પર્સ નો ઉપયોગ કરો છો. તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ આ વાતો નું પાલન જરૂર કરવું જેથી તમારું પર્સ ક્યારેય ખાલી ના રહે.

રોજ કરો સાફ

પર્સ ને ગંદુ ન થવા દેવું. રોજ તેની સફાઈ કરવી. બહારની સાથે અંદર પણ સાફ કરવું. ઘણા લોકો પર્સ બહાર સાફ કરી દે છે પરંતુ અંદર ગંદુ છોડી દે છે. કેટલાક લોકો પર્સ ની અંદર કપડાં અને ટીશ્યુ  રાખે છે. આ પ્રકારની વસ્તુઓ પર્સ ની અંદર હોવાથી પર્સમાં પૈસા ટકતા નથી અને હંમેશા પર્સ ગંદુ રહે છે. તમારા પર્સ ને સમય સમય પર સાફ કરો અને નકામી વસ્તુઓ પર્સ ની અંદર રાખવી નહીં. ફક્ત પૈસા અને જરૂરી પેપર જ રાખવા.

ન રાખો બિલ

ઘણા લોકો શોપિંગ નું બિલ પર્સમાં અથવા તો પાર્કિંગ નું બિલ પણ પણ સંભાળીને રાખે છે. જે લોકો આ ભૂલથી તેનાથી માં લક્ષ્મીનો વાસ પર્સ માં થતો નથી અને પર્સ ખાલી થવા લાગે છે. એકદમ થી ખર્ચા વધવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલ સાથે નકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે. તે કારણે પર્સમાં તેનું હોવું શુભ ગણવામાં આવતું નથી. તેથી કોઈ પ્રકાર નાં બિલ પર્સ ની અંદર રાખવા નહીં.

ન રાખો ઇનવેલિડ કાર્ડ

ફેંગશૂઈ માં પર્સ ની અંદર ઇનવેલિડ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ રાખવું અશુભ ગણવામાં આવે છે. ઇનવેલિડ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ને પર્સમાં રાખવાથી વ્યક્તિ કર્જ માં ડૂબેલો રહે છે. અને જેટલા પણ પૈસા તેની પાસે આવે છે તે પૈસા ખર્ચાઈ જાય છે તેથી તમારા પર્સ ની અંદર ઇનવેલિડ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ રાખવા નહીં.

સારી રીતે રાખો પૈસા

ઘણા લોકો પર્સ ની અંદર પૈસા ગમે તે રીતે રાખે છે જે યોગ્ય નથી પર્સ ની અંદર પૈસા હંમેશા સારી સારી રીતે ગોઠવીને રાખવા જોઈએ. જેનાથી પર્સ માં બરકત રહે છે.

પર્સ નાં રંગનું રાખો ધ્યાન

મુખ્યત્વે લોકો કાળા રંગ નું પર્સ રાખે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ હંમેશા તમારા લક્કી રંગ નું પર્સ રાખવું જોઈએ. તેનાથી ધનલાભ થાય છે અને પૈસાની કમી ક્યારેય રહેતી નથી.

ન રાખો ફોટો

ઘણા લોકોને પર્સ ની અંદર ફોટો રાખવાનો શોખ હોય છે. અને તે ઘણા પ્રકાર નાં ફોટો રાખે છે. ફેંગશુઈ અનુસાર પર્સ માં ફોટો રાખવો યોગ્ય ગણવામાં આવતું નથી. પર્સ ની અંદર પૈસા ઉપરાંત કોઈ વસ્તુ રાખવી જોઈએ નહીં.

જરૂર રાખો ઈલાયચી

તમારા પર્સ ની અંદર બે ઈલાયચી હંમેશા રાખો. શાસ્ત્ર મુજબ તિજોરી અને પર્સ માં ઈલાયચી રાખવાથી ધનની કમી રહેતી નથી. અને માં લક્ષ્મીની કૃપા બની રહે છે. આ ઉપરાંત પીપળા નાં વૃક્ષનું પાન પણ પર્સ ની અંદર રાખી શકો છો.

ક્યારેય ન રાખો ખાલી

તમારા પર્સ ને ક્યારેય ખાલી ન રાખો. હંમેશા તેની અંદર થોડા પૈસા રાખો. પર્સ એકદમ ખાલી રાખવું જોઈએ નહીં. પર્સ ને ખાલી રાખવાથી તમારી પાસે ધન ભેગું થતું નથી. અને ખર્ચાઓ માં વધારો થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *