આ ફૂડ વાસી થયા બાદ ખાવા જોઈએ નહીં, અન્યથા સ્વાસ્થ્ય ને થઈ શકે છે નુકસાન

આ ફૂડ વાસી થયા બાદ ખાવા જોઈએ નહીં, અન્યથા સ્વાસ્થ્ય ને થઈ શકે છે નુકસાન

લોકોની વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો દિવસે ને દિવસે આળસુ થતા જાય છે ઘણા લોકોની આદત હોય છે કે તે એકસાથે વધારે જ ભોજન બનાવી લે છે જેથી બીજીવાર ગરમ કરીને તેનું સેવન કરી શકે. પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે કે, જે વાસી થયા બાદ તેનો ટેસ્ટ વધારે ટેસ્ટી લાગે છે પરંતુ તમે લોકોએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે તમે આ વાસી ખાદ્ય પદાર્થોને માઇક્રોવેવ કે પછી ગેસ પર ગરમ કરો છો અને તેનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, કોઈપણ ખાદ્ય પદાર્થો ને ફરીથી ગરમ કરો છો તો તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે જે ખાદ્ય પદાર્થો માં પ્રોટીનની માત્રા વધારે હોય છે તેને બીજી વાર ગરમ કરવામાં આવે તો તેનું  પ્રોટીન નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં વાસી ખોરાક માં બેક્ટેરિયા હોય છે એવી સ્થિતિમાં જો વાસી ખોરાકને ફરી ગરમ આવે છે તો તે ફૂડ પોઈઝનીંગ નું કારણ બની શકે છે.

આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી એવા કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે જેનું વાસી થયા બાદ બીજી વાર ગરમ કરીને સેવન ન કરવું જોઈએ અન્યથા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને બીજી વાર ગરમ કરવી જોઈએ નહીં

બટેટા

બટેટા એક એવું શાક છે કે જે મોટે ભાગે દરેક વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. શું તમને એ વાતનો ખ્યાલ છે કે વધેલા વાસી બટેટા ને ફરી ગરમ કરીને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે બીમારી આવી શકે છે ઈડીપેડેટ નાં એક રિપોર્ટ અનુસાર જોવામાં આવ્યું છે કે, બટેટામાં એક એવા બેક્ટેરિયા જન્મ લે છે કે જે બોટુલીજ્મ બીમારીનું કારણ બને છે. જેમાં નબળાઈ મહેસૂસ થાય છે એટલું જ નહીં તમારી દ્રષ્ટિ માં પણ ધૂંધળી થઈ જાય છે. અને બોલવામાં પણ તકલીફ મહેસૂસ થાય છે.

ચોખા

 

ચોખાનું સેવન લગભગ લોકો કરે છે એવામાં ઘણા લોકોને ભોજન માં ચોખા ન મળે તો તેનું ભોજન અધૂરું રહે છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ચોખા ને ફરી ગરમ કરીને સેવન કરવું જોઈએ નહિ. એકવાર પાકેલા ચોખાને જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે તો તેમાં બેક્ટેરિયા થઈ જાય છે. એવી સ્થિતિમાં જો તમે ફરી ગરમ કરીને ચોખાનું સેવન કરો છો તો તે ચોખા જહેરીલા થઈ જાય છે તેનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે.

પાલક

લીલા પાનવાળી પાલક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે પરંતુ વધેલી પાલકની સબજી ફરીથી ગરમ કરીને ખાવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ તેના કારણે પાલક માં મોજુદ નાઈટ્રેટ બીજી વાર ગરમ થવાથી કૈસરકારી થઈ શકે છે એટલું જ નહીં તે શરીરમાં ઓક્સિજન લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *