આ ગંભીર બીમારીનો સામનો કરી રહી છે નેહા કક્કડ, કહ્યું કે, મારી પાસે બધુજ છે પરંતુ મારી

આ ગંભીર બીમારીનો સામનો કરી રહી છે નેહા કક્કડ, કહ્યું કે, મારી પાસે બધુજ છે પરંતુ મારી

આજના સમયમાં બોલીવુડમાં સૌથી પ્રસિધ્ધ અને સફળ ગાયિકા નેહા કક્કડ  હંમેશા ચર્ચામાં હોય છે. તે પછી તેમનાં ગીતો હોય કે નેહા ની અંગત લાઈફ લઈને તે ચર્ચામાં બની રહે છે. સોશિયલ મીડિયામાં તેઓ ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ હિટ પણ છે. મહત્વપૂર્ણ છે કે, વિશાલ દદલાણી અને હિમેશ રેશમિયા સાથે મળીને નેહા ઇન્ડિયન આઈડલ ૧૨ ને જજ કરી રહી છે. શો પર  હંમેશા નેહા પોતાનાં અંગત જીવન વિશે વાતો કરે છે અને પોતાનાં અંગત જીવન સાથે જોડાયેલી વાતો શૅયર કરે છે. એકવાર ફરી તેણે પોતાનાં અંગત જીવન ની વાત શેયર કરી આ દરમિયાન તે ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી.

 

સોની ટીવી નાં અધિકારીક ટવીટર એકાઉન્ટ પરથી ઇન્ડિયન આઇડલ નાં આગામી એપિસોડ નો પ્રોમો શેયર કરવામાં આવ્યો છે. આગામી એપિસોડ ને ‘માં’ સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે. તેમજ ફેમસ ગીતકાર મનોજ મુંતશિર આ દરમિયાન શો માં મહેમાન નાં રૂપમાં પહોંચે છે. આ વીડિયોમાં જોવામાં આવે છે કે, શો નાં સ્પર્ધક અનુષ્કા ગીત ‘લુકા છુપી’ પ્રસ્તુત કરી રહ્યા રહ્યા છે. તેનું પ્રદર્શન દરેકને ભાવવિભોર કરી દે છે. દરેક લોકો અનુષ્કા નાં  પર્ફોમન્સથી ભાવુક થઈ જાય છે. અને નેહા પોતાના આંસુઓ પર નિયંત્રણ રાખી શકતી નથી. સ્પર્ધક અનુષ્કા ને એન્જાયટી ઈશ્યુ રહે છે. આ શોમાં હજી સુધી રહેવા માટે તે પ્રશંસા ને પાત્ર છે. અનુષ્કા નો અવાજ સાંભળીને નેહા ભાવુક થઈ જાય છે. અને પોતાની શારીરિક સમસ્યાઓ વિશે વાત કરે છે.

નેહા મોટો ખુલાસો કરતા કહે છે કે, અનુષ્કાની જેમ મને પણ એન્જાયટી ઈશ્યુ રહે છે. તેને થાઈરોઈડ પણ ચિંતા માં મૂકી દે છે. અનુષ્કા નાં જોરદાર પર્ફોમન્સ બાદ નેહા કહે છે કે, મારી પાસે બધું જ છે એક સારો પરિવાર, સારું કેરિયર પરંતુ શારીરિક સમસ્યા હંમેશા મને ખૂબ જ પરેશાન કરે છે. જેના કારણે હું ચિંતા માં રહું છું. તમને જણાવી દઈએ કે, નેહા કક્કડ ને આજે સફળતા મળી છે તેનાં  માટે તેણે ખૂબ જ સંઘર્ષનો સામનો કર્યો છે. તે પહેલા જાગરણ માં ગાતી હતી ત્યારબાદ તે ઇન્ડિયન આઈડીયલ માં પણ ભાગ લઇ ચૂકયા છે. જોકે આ શો માં તેને વચ્ચેથી જ બહાર નો રસ્તો જોવો પડ્યો હતો. આશ્ચર્ય અને ગર્વની વાત છે કે, જે શો માંથી તેને નીકાળી દેવામાં આવ્યા હતા. આજે તે એજ શો માં જજ ની ખુરશી પર બેઠા છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *