આ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, જયા બચ્ચન શ્વેતાએ કર્યો હતો વાત વાત પર ગુસ્સે થવાની વાતનો ખુલાસો

આ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, જયા બચ્ચન શ્વેતાએ કર્યો હતો વાત વાત પર ગુસ્સે થવાની વાતનો ખુલાસો

અમિતાભ બચ્ચનન નાં પત્ની ની આ ગંભીર બીમારી નાં કારણે ક્યારેક-ક્યારેક બચ્ચન પરિવારમાં પણ થઈ જાય છે પરેશાની. ફિલ્મનાં નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર નાં શો ‘કોફી વિથ કરણ માં હંમેશા ફિલ્મી સ્ટાર્સ પહોંચે છે. અને તે આ સમય દરમ્યાન પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવે છે. એમાંથી ઘણી વાતો એવી હોય છે જેના પર એક ક્ષણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. એવામાં એકવાર કરણ જોહર નાં શો માં સિનેમાં નાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન નાં પુત્રી શ્વેતા બચ્ચન એ ભાગ લીધો હતો અને તેમણે પોતાની માતા જયાની એક ગંભીર બીમારી વિષે જણાવ્યું હતું.

 

જણાવી દઈએ કે, કરણ જોહર નાં આ શો માં શ્વેતા બચ્ચન નંદા પોતાના ભાઈ અભિષેક બચ્ચન સાથે આવ્યા હતા. એ દરમિયાન તેમણે ખુબ જ મોટી વાત જણાવી હતી. અને કહ્યું હતું કે તેમની માતા જયા બચ્ચનને કલોસ્ત્ટોફોબીક નામની બીમારી છે. જેના લીધે તે વાત વાત પર ગુસ્સે થઈ જાય છે. આ બીમારીને કારણે લોકોની વધારે ભીડ તેને પસંદ નથી. આ બીમારી નાં લીધે ઘણીવાર દર્દીને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે બેહોશ પણ થઈ શકે છે. ભીડવાળી જગ્યા, લિફ્ટ માં કે વગેરે જગ્યાએ તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે. શ્વેતા મુજબ તેમની માતા જયા બચ્ચનને બિલકુલ પસંદ નથી કે કોઈ તેને ટચ કરે કે ધક્કો આપેતે ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ કરતી નથી.

જયા બચ્ચન હમેશા ફોટો પાડવાની પણ મનાઈ કરે છે. જોકે કેમેરા ની ફેશલાઈટ થી પણ તેને પરેશાની થાય છે. અને મીડિયાની સામે તે ખૂબ જ ઓછું આવવા માંગે છે. બીજી બાજુ એક અભિષેક બચ્ચન કહે છે કે, માં જયા નાં ગયા બાદ જ હું મીડિયાની સામે આવું છું. કારણકે મારી માતાને કેમેરાથી પ્રોબ્લેમ થાય છે. જણાવવામાં આવે છે કે, જયા બચ્ચન આ બીમારી નાં લીધે ઘણીવાર એવી વસ્તુઓ કરી જાય છે કે જેનાથી સામાન્ય લોકો ની સાથે જ બચ્ચન પરિવારને પણ તે પસંદ નથી હોતું. જણાવી દઈએ કે, જયા બચ્ચન ને તમે લોકો એ ઘણીવાર મીડિયા પર ગુસ્સા કરતા જોયા હશે. આ પ્રકાર નાં તેમના ઘણા વિડીયો તમને સોશિયલ મીડિયા પણ જોવા મળશે.

એશ્વર્યા ને એશ કેવા પર ગુસ્સે થયા હતા

એકવાર કોઈ પ્રોગ્રામ દરમિયાન મીડિયાએ એશ્વર્યાની ફોટો પાડવાની અપીલ કરી અને મીડિયાનાં લોકોએ એશ્વર્યા ને એશ કહીને બોલાવ્યા. આ વાત પર મિડીયા પર પૂરી રીતે ભડક્યા હતા જયાજી. તેમણે મીડિયાને કહ્યું હતું કે, એશ કહીને કેવી રીતે બોલાવો છો, એશ્વર્યાજી અથવા મિસીસ બચ્ચન કહીને બોલાવો.

૫૦ વર્ષનાં ફિલ્મ કેરિયરમાં

જણાવી દઈએ કે, તરુણકુમાર ભાદુરી અને ઇન્દિરા ભાદુરીનાં ઘરે ૯ એપ્રિલ ૧૯૪૮ માં મધ્યપ્રદેશ નાં જબલપુરમાં જયા બચ્ચન નો જન્મ થયો હતો. ૨૩ વર્ષ ની ઉંમરે તેમણે હિન્દી સિનેમા માં એન્ટ્રી કરી હતી. અને ૧૯૭૧ માં આવેલી ફિલ્મ ‘ગુડી’ તેમની પહેલી ફિલ્મ હતી છે. જયા બચ્ચન ને  બોલિવૂડમાં ૫૦ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. અને પોતાના ફિલ્મી કેરિયર માં જવાની દિવાની, પરિચય, પિયા કા ઘર, સમાધિ, કોશિશ, જંજીર, ચુપકે ચુપકે, કભી ખુશી કભી ગમ, કલ હો ના હો જેવી શાનદાર ફિલ્મો તે આપી ચૂક્યા છે.

અમિતાભ બચ્ચન સાથે લગ્ન

૧૯૭૧માં બોલીવૂડમાં એન્ટ્રી લેનાર જયા બચ્ચને ખૂબ જલ્દી ફિલ્મોથી દૂરી બનાવી લીધી હતી. જોકે વર્ષ ૧૯૭૩માં અમિતાભ બચ્ચન અને જયાજી નાં લગ્ન થઈ ગયા હતા. ત્યારબાદ તે ફિલ્મોમાં ઓછા સક્રિય હતા. વર્ષ ૧૯૮૧ માં આવેલ ‘સીલસિલા’ માં અમિતાભ બચ્ચન અને રેખા સાથે તે જોવા મળ્યા હતા. તેમજ  ૧૯૯૮ માં ‘માં’ નામની ફિલ્મમાં તેમણે કામ કર્યું હતું. જણાવી દઈએ કે, છેલ્લી વાર જયાજી વર્ષ ૨૦૧૩ માં રિતુ પર્ણો ધોષ ની ફિલ્મ સનગ્લાસ માં કામ કર્યું હતું. પરંતુ તે ફિલ્મ બંધ થઈ ગઈ હતી. જાણકારી મુજબ જલ્દી જ એક મરાઠી ફિલ્મ માં કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ નાં ડાયરેક્ટર ગજેન્દ્ર આહિરે બનાવી છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *