આ હતી રાજેશ ખન્ના ની અંતિમ ઈચ્છા, અક્ષય કુમાર અને ડીમ્પલ કાપડિયાએ કરી હતી પૂરી

આ હતી રાજેશ ખન્ના ની અંતિમ ઈચ્છા, અક્ષય કુમાર અને ડીમ્પલ કાપડિયાએ કરી હતી પૂરી

હિન્દી સિનેમાના પહેલા સુપર સ્ટાર કાકા જેવા નામથી ઓળખ મેળવનાર દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના નું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. બોલિવૂડમાં ઘણી યાદગાર અને સફળ ફિલ્મો આપનાર રાજેશ ખન્ના ને એક સમયે લોકો ખૂબ જ પસંદ કરતા હતા. કહેવામાં આવે છે કે, રાજેશ ખન્ના જેવું સ્ટારડમ બોલિવૂડમાં હજી કોઈ મેળવી શક્યું નથી. આજે પણ જયારે સફળ અભિનેતાઓ  ની વાત થાય છે ત્યારે રાજેશ ખન્ના નું નામ બોલિવૂડમાં જરૂરથી લેવામાં આવે છે.

શ્રેષ્ઠ અભિનય અને અલગ અલગ અંદાજથી કાકા એ લોકો નાં દિલ જીત્ય હતા. ખૂબ જ નાના ફિલ્મી કેરિયર થી રાજેશ ખન્ના એ સુપરસ્ટાર નું બિરુદ મેળવ્યું હતું. પરંતુ સમય ની સાથે પોતાનું સ્થાન તેઓ કાયમ રાખી શક્યા નહીં. ક્યારેય એક સમયે ઉગતા સુરજની જેમ ઉગનાર રાજેશ ખન્ના પછીથી અસ્ત  થતો સૂર્ય બની ગયા હતા. કરોડો દિલો પર રાજ કરનાર રાજેશ ખન્ના નો જન્મ ૨૯ ડિસેમ્બર ૧૯૪૨ માં પંજાબ નાં અમૃતસરમાં થયો હતો. રાજેશ ખન્નાએ પોતાના કરોડો ફેન્સ નું દિલ તોડીને ૧૮ જુલાઈ ૨૦૧૨ નાં આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા.

રાજેશ ખન્ના નાં જીવનના અંતિમ દિવસો ખૂબ જ પીડાદાયક રહ્યા હતા. જોકે એ સમય દરમિયાન તેમની આખરી ઈચ્છા હતી કે, તે તેમના પરિવારના લોકોએ પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે, રાજેશ ખન્ના કેન્સર જેવી બીમારી નો સામનો કરી રહ્યા હતા. આ બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. રાજેશ ખન્ના ને જ્યારે કેન્સર થયાની વાતનો ખ્યાલ આવ્યો ત્યારે કાકાએ સિગરેટ અને શરાબથી દૂર રહેવાનું ઉચિત ન સમજ્યું.

રાજેશ ખન્નાના મિત્ર અને નજીક રહેલ ભૂપેશ રસીને મીડિયાને જણાવ્યું હતું કે, જણાવી દઈએ કે, રાજેશ ખન્ના નાં કેન્સરની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી હતી. કાકા પોતાના જીવન નાં અંતિમ દિવસોમાં આ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ભૂપેશ રસીને મીડિયાની સામે જણાવ્યું હતું કે, રાજેશ ખન્ના ઇચ્છતા હતા કે તે દુનિયાને અલવિદા કહે ત્યારે હોસ્પિટલમાં નહીં પરંતુ પોતાના ઘરે જવા ઈચ્છતા હતા. પોતાના બંગલા ‘આશીર્વાદ’ પર પોતાના અંતિમ શ્વાસ લેવા ઈચ્છતા હતા. પરિવારના લોકોને તેમણે આ વાત જણાવી હતી. રાજેશ ખન્નાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે પરિવારના લોકોએ અને તેમના જમાઈ અક્ષય કુમારે અને હોસ્પિટલમાંથી રજા લઇને તેના બંગલા પર લાવ્યા હતા. થોડા દિવસો બાદ કાકા એ પોતાના બંગલા આશીર્વાદમાં દુનિયાને અલવિદા કહ્યું હતું.

રાજેશ ખન્નાની ઈચ્છા હતી કે, જ્યારે પણ તેમની અંતિમ યાત્રા નિકળે ત્યારે તેના તમામ ફ્રેન્સ તેમાં સામેલ થાય. તેમની અંતિમ યાત્રા એક સુપરસ્ટાર તરીકે નીકળવી જોઈએ. ૧૨ જુલાઈ ૨૦૨૧ નાં એવું જ થયું રાજેશ ખન્ના ઇચ્છતા હતા એમ તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી. જ્યારે રાજેશ ખન્નાની અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે લોકો ચારેબાજુથી લોકો ઉમટી પડ્યા હતા. લાખોની સંખ્યામાં લોકોની ભીડ સુપર સ્ટાર ને છેલ્લી વાર જોવા માટે આવી હતી.

રાજેશ ખન્ના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર હતા. અને તેઓ જીવ્યા પણ એક સુપર સ્ટારની જેમ જ. તેમણે  જ્યારે પણ દુનિયા માંથી આખરી વિદાય લીધી ત્યારે તેમણે એક સુપરસ્ટાર નાં રૂપમાં જ વિદાય લીધી. દેશ દુનિયા નાં કરોડો લાખો લોકોએ કાકા ને ભીની આંખોએ અંતિમ વિદાય આપી હતી. વર્ષ ૧૯૬૬માં રાજેશ ખન્નાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ૬૦ અને ૭૦ ના દશક માં  કાકા નો જાદુ લોકો પર ખુબજ ચાલ્યો હતો. ખૂબ જ જલ્દી પોતાના શ્રેષ્ઠ અભિનયથી રાજેશ ખન્ના બોલિવૂડના પહેલા સુપર સ્ટાર બન્યા હતા. તે સમયે એ કહેવત પ્રચલિત હતી કે, ઉપર આકા અને નીચે કાકા. ફેન્સ તેમને પ્રેમથી કાકા કહેતા હતા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *