આ જગ્યા પર જઈને ગાયબ થઈ જાય છે જહાજ, વર્ષોથી રહસ્યનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે વૈજ્ઞાનિકો પરંતુ…

આ જગ્યા પર જઈને ગાયબ થઈ જાય છે જહાજ, વર્ષોથી રહસ્યનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે વૈજ્ઞાનિકો પરંતુ…

દુનિયામાં આજે પણ એવા ઘણા સ્થાનો છે, જે રહસ્ય થી ભરેલા છે. આ જગ્યાઓ નાં રહસ્યનો ઉકેલ કરવાની હિંમત કોઈ વ્યક્તિ માં નથી. આવી જગ્યાઓમાં ની એક જગ્યા બરમુડા ટ્રાયેંગલ છે. બરમુડા ટ્રાયેંગલ એટલાન્ટિક મહાસાગરમાં છે. અને આ એક રહસ્યમય જગ્યા છે. આ જગ્યા નું રહસ્ય શું છે તેની શોધ કરનાર લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. આજે અમે તમને આ રહસ્યમય જગ્યા વિશે ચોંકાવનારી બાબતો જણાવશો જેને વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.ઍટલૅન્ટિક મહાસાગર નું બરમુડા ટ્રાયેંગલ વર્ષોથી એક રહસ્યમય જગ્યા બનેલ છે. કહેવામાં આવે છે કે, આ જગ્યા થી પસાર થતા જહાજો ખોવાઈ જાય છે. જહાજો ગાયબ થવાનું કારણ શું છે, તેનાં વિશે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. જોકે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, અમુક અજ્ઞાત અને રહસ્યમય તાકતો અહીં પર રહેલી છે. જે અહીંથી પસાર થતાં જહાજો ને ગાયબ કરી દે છે.

ઘણા સમય સુધી બરમુડા ટ્રાયેંગલ વિશે કોઈ જાણકારી ન હતી. તેની શોધ સૌથી પહેલા કિસ્ટોફર કોલંબસે કરી હતી. તેઓએ પોતાના લેખોમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. અને તેમણે લખ્યું હતું ,કે આ એક ત્રિકોણ જેવું છે. એ ઉપરાંત તેઓએ ત્યાં થતી ગતિવિધિઓ વિશે ઉલ્લેખ કર્યો હતો.આ ક્ષેત્ર માં જહાજો ગાયબ થવાના કારણ ની ઘણી શોધ અને અધ્યયન કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી જહાજો ગાયબ થવા પાછળનું કારણ જાણી શકાયું નથી. જોકે બરમુડા ટ્રાયેગલ માં જહાજો ના ગાયબ થવાના પાછળ નું કારણ વૈજ્ઞાનિકો વાતાવરણને જવાબદાર માને છે.

 

વૈજ્ઞાનિકો અનુસાર બરમુડા ટ્રાયેંગલ ની આસપાસ ખતરનાક હવાઓ ચાલે છે. અને તેની ઝડપ ૧૭૦ માઈલ પ્રતિ કલાક રહે છે, જેના કારણે હવાઈ જહાજ અહીં સંતુલન ગુમાવી દે છે. અને દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. એક અનુમાન અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૫૦ જહાજ અને ૨૦ વિમાન અહીંયા થી ગાયબ થઈ ચૂક્યા છે.

ક્યાં છે આ જગ્યા

 

બરમુડા ટ્રાયેંગલ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત બ્રિટેનનું પ્રવાસી ક્ષેત્ર છે. આ સંયુક્ત રાજ્ય અમેરિકાના પૂર્વ તટ પર મિયામી થી ફક્ત ૧૭૭૦ કિલોમીટર અને હેલિફેક્સ નોવા સ્કોટીયા (કેનેડા) ની દક્ષીણ માં ૧૩૫૦ કિલોમીટરનાં અંતર પર છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *