આ જાપાની વોટર થેરપી થી ચપટી વગાડતાં જ ઓછું થઈ જાય છે વજન, બસ સવાર સવારમાં કરવું પડે છે આ કામ

આજકાલ દરેક વ્યક્તિ વધારે વજનથી પરેશાન હોયછે. વજન ઓછું કરવા માટે તમને જાપાની વોટર થેરાપી નો ઉપયોગ કરી શકો છો. આ થેરેપી ફક્ત તમારા મેટાબોલિઝ્મને જ મજબૂત નથી કરતી પરંતુ તેનાથી વજન પણ ઓછું થાય છે અને તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે. આ થેરેપી થી પેટ સંબંધિત ઘણી બીમારીઓમાં પણ રાહત થાય છે. તે તમારા આંતરડાઓ ની સફાઈ કરે છે તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. જાપાની લોકો આ થેરાપી ને ખૂબ જ ગંભીરતાથી ફોલો કરે છે.
શું છે જાપાની વોટર થેરેપી
આ થેરાપી માં દરરોજ સવારે ઊઠી ખાલી પેટ ચારથી છ ગ્લાસ પાણી એટલે કે ૧૬૦ થી ૨૦૦ મિલી લિટર પાણી પીવું પડે છે. આ પાણી નવશેકું ગરમ હોવું જોઈએ તથા પાણીમાં લીંબુનો રસ મેળવી શકો છો. આ પાણી પીધા બાદ તમારે ૪૫ મિનિટ સુધી કાંઈ જ ખાવા-પીવાનું નથી આ બધું કર્યા બાદ નિયમિત દિનચર્યા કંટીન્યુ કરી શકો છો. કોઈ બીમાર વ્યક્તિ એ શરૂઆત નાં એક ગ્લાસ પાણી થી શરુ કરી શકે છે. પછી પાણીની માત્રામાં વધારો કરવાનો હોય છે જો તમે એકવાર એક સાથે ચાર ગ્લાસ પાણી ન આપી શકો તો એક એક ગ્લાસ પાણી પીધા બાદ થોડી બ્રેક લેવી. તેનાથી તમારા પેટ ને થોડો આરામ મળી શકે છે. પછી પાછું ફરીથી પાણી પીવાનું શરૂ કરી શકો છો.
જાપાની વોટર થેરેપી નાં ફાયદાઓ
વજન ઓછું કરવાની સાથે આંતરડા ની સફાઇ, પાચનતંત્રને મજબૂત, પેટ સંબંધિત બીમારીઓ દૂર કરેછે, આખો દિવસ એનર્જેટિક રહો છો, મેટાબોલિઝમ સિસ્ટમને મજબૂત કરે છે. આ થેરાપી ને ડેઈલી કરવાથી તમને કોઈ હેલ્થ સંબંધી સમસ્યા રહેશે નહીં.આમ તો જાપાની વોટર થેરેપી કબજીયાત થી લઇ કેન્સર સુધીની બીમારીઓમાં લાભ પહોંચાડવાનો દાવો કરે છે પરંતુ તેનું હજુ સુધી ચોક્કસ પ્રમાણ મળ્યું નથી જોકે ઘણા લોકો આ થેરાપી ને ફોલો કરે છે અને તેની ખૂબ જ પ્રશંસા કરે છે જોવામાં આવે તો આ થેરેપી માં તમારે ફક્ત સવાર નાં પાણી પીવા નું હોય છે. આપણે ભારતીયો પણ કરીએ છીએ બસ આ પાણી પીવા માટે થોડા નિયમોનું પાલન કરવાનું હોય છે નિયમોનું પાલન કરવાથી આ જાપાની થેરેપી બની જાય છે. આમ આ થેરેપીની ચાલુ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જાપાની વોટર થેરેપી માં ઠંડા પાણીનો ઉપયોગ ના કરવો. ઠંડું પાણી તમારા ગેસ્ટ્રોઇટેસ્ટાઈનલ તાપમાન ને ઓછું કરીને બ્લડ પ્રેશર ને વધારી શકે છે.