આ કારણે “હું છુટાછેડા લઈ રહ્યો છું” બોલવા માટે મજબુર થયા અભિષેક, ઐશ્વર્યા ને લઈને કરી હતી આ વાતો

આ કારણે “હું છુટાછેડા લઈ રહ્યો છું” બોલવા માટે મજબુર થયા અભિષેક, ઐશ્વર્યા ને લઈને કરી હતી આ વાતો

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડ નાં ફેમસ કપલ છે. આ બંનેની જોડી ફેન્સને ખૂબ જ ખૂબ જ પસંદ છે. બંનેના લગ્ન ૨૦ એપ્રિલ ૨૦૦૭ માં થયા હતા એશ્વર્યા ની ઉમર અભિષેક કરતા ૨ વર્ષ મોટી છે. પરંતુ આ ઉંમર વાળી વાત બંનેને એક થવા માટે રોકી શકી નહીં કહેવામાં આવે છે કે, એશ્વર્યા માંગલિક પણ છે આ વસ્તુને લઈને પણ લગ્નમાં કોઈ અડચણ આવી રહી હતી પરંતુ પૂજા-પાઠથી બધું બરાબર કરી દેવામાં આવ્યું. આજે એશ્વર્યા અને અભિષેક નાં લગ્નને ૧૪ વર્ષ થઈ ગયા છે. બંનેની એક સુંદર દીકરી આરાધ્યા પણ છે. એ બધા એક સુખી પરિવારની જેમ સાથે રહે છે પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો હતો જયારે અભિષેક અને એશ્વર્યા નાં અલગ થવાની વાત ચર્ચા માં આવી હતી ત્યારે પરિસ્થિતિ એ હતી કે, અભિષેકે સોશિયલ મીડિયા પર એ પણ લખ્યું હતું કે ‘હા હું છૂટાછેડા લઇ રહ્યો છું’ જો કે આ એક કટાક્ષ હતો અભિષેકે નારાજ થઈને મીડિયા પર કર્યો હતો ચાલો જાણીએ તેના પાછળ ની આખી વાત

વાત વર્ષ ૨૦૧૬ ની છે ત્યારે એશ્વર્યા પોતાની બ્લોક બસ્ટર ફિલ્મ્સ સરબજીત નું પ્રમોશન  કરી રહ્યા હતા તે સમય દરમ્યાન એક ઇવેન્ટમાં તેઓ પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા ત્યાં મીડિયાએ અભિષેક અને ઐશ્વર્યા ને સાથે પોઝ આપવા માટે કહ્યું ત્યારે અભિષેકે ગુસ્સામાં ઐશ્વર્યાની તરફ ઇશારો કરતાં કહ્યું કે તેનો જ ફોટો લો હવે આ કોઈ મોટી વાત ન હતી પરંતુ મીડિયા વાળાઓએ આ વાતને ખૂબ જ ચર્ચિત કરી અને અભિષેક અને ઐશ્વર્યા નાં સંબંધને લઇને સવાલો ઉભા કર્યા. તેઓએ એ પણ લખ્યું કે બંને જલ્દી જ અલગ થઈ શકે છે

જ્યારે અફવાઓ રોકાઇ રહી નહતી ત્યારે અભિષેક ને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પોતાના ટ્વિટર ના આધારે તેઓએ ટ્વિટર પર લખ્યું કે, હા બરાબર છે હું છૂટાછેડા લઇ રહ્યો છું મને જણાવવા માટે ધન્યવાદ શું તમે મને જણાવશો કે હું બીજી વાર લગ્ન ક્યારે કરી રહ્યો છું ? આ ટ્વિટર બાદ અભિષેકે આ ટોપિક પર એક ઇન્ટરવ્યૂ માં વાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે મને ખબર છે કે સાચું છે મીડિયા ની વાતો ને કેટલી સિરિયસલી લેવી જોઇએ હવે ત્રીજી વ્યક્તિને આ વાત જણાવવાની જરૂર નથી કે મારે અને ઐશ્વર્યા એ અમારો સંબંધ કેવી રીતે સાચવવો જોઈએ એ સારી રીતે જાણે છે કે હું તેને કેટલો પ્રેમ કરું છું અને હું પણ જાણું છું કે તે મને કેટલો પ્રેમ કરે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *