આ કારણે કરવામાં આવી હતી ‘ઓમ જય જગદીશ હરે’ આરતી ની રચના ૧૫૦ વર્ષ જૂની છે આ આરતી

ઓમ જય જગદીશ હરે આરતી સૌથી પ્રસિદ્ધ આરતી છે તે દરેક ઘરમાં ગાવામાં આવે છે. જ્યારે પણ પૂજા કરવામાં આવે છે ત્યારબાદ આ આરતી જરૂર ગાવામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ આરતી સૌથી જૂની આરતી માની એક આરતી છે. આ આરતી ૧૫૦ વર્ષ પહેલા લખવામાં આવી હતી. માનવામાં આવે છે કે, ‘ઓમ જય જગદીશ હરે’ આરતી ની રચના ૧૮૭૦ માં કરવામાં આવી હતી અને તેના ગાયક અને રચયિતા પ્રતિભા શાળી વિદ્વાન પંડિત શ્રદ્ધા રામ શર્મા હતા.
ઇતિહાસ મુજબ પંડિત શ્રદ્ધા રામજી પંજાબ નાં વતની હતા. તેમનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૮૩૭ માં પંજાબ માં લુધિયાણા પાસે ફૂલ્લોરી ગામમાં થયો હતો. જ્યારે તેમનું અવસાન ૨૪ જૂન ૧૮૮૧માં થયું હતું. પંડિત શ્રદ્ધારામ પ્રસિદ્ધ સાહિત્યકાર હતા અને તે સનાતન ધર્મ નાં પ્રચાર પણ હતા એટલું જ નહીં તેઓ જ્યોતિષ શાસ્ત્રી અને સ્વતંત્રતા સેનાની તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. શ્રદ્ધારામ વિશે કહેવામાં આવે છે કે, તેઓ પંજાબ નાં જુદા જુદા સ્થળો પર લોકોને રામાયણ અને મહાભારતની કથા સંભળાવતા હતા. આ કથાઓ ભક્તિ સાથે જોડાયેલી હતી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતી. પંજાબમાં ધાર્મિક વ્યાખ્યાન દાતા, કથાકાર અને સમાજસેવી નાં રૂપમાં પણ તેઓ જાણીતા હતા.
આ રીતે થઈ હતી આરતીની રચના
‘ઓમ જય જગદીશ હરે આરતી’ ની રચના સાથે એક કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે, પંડિત શ્રદ્ધારામજી સનાતન ધર્મ નાં એક નિષ્ઠ સાધક હતા. એક વાર શ્રદ્ધા ને અનુભવ થયો કે, ભાગવત કથામાં લોકો સમયસર જતા નહતા અને લોકોનાં મનમાં ભક્તિ પ્રતિ ઓછી જાગૃતતા છે. કથા પ્રવચન પ્રત્યે લોકોની રુચિ માં જાગૃતતા લાવવા માટે નવી કોઈ સારી પ્રાર્થના કે આરતી તે સમયે હતી નહીં એવામાં આરતી નાં અભાવને દૂર કરવા માટે શ્રદ્ધા રામજી એ આ આરતીની રચના કરી ધીમે ધીમે આરતી પ્રસિદ્ધ થવા લાગી.
લોકો આ આરતી ને ખૂબ જ પસંદ કરવા લાગ્યા અને લોકોનું ધ્યાન ભક્તિ તરફ વધવા લાગ્યું. આ આરતીમાં તમને પંડિત શ્રદ્ધા રામજી નું નામ પણ મળશે આ આરતીમાં એક લાઈનમાં લખવામાં આવ્યું છે ‘શ્રદ્ધા-ભક્તિ બઢાઓ સંતન કી સેવા’ આ આરતીની રચના કેટલાય વર્ષ થઈ ગયા છે પરંતુ આજે પણ લોકો પૂજા અનુષ્ઠાન નાં અંતમા આરતી જરૂરથી કરે છે આ આરતી ખૂબ જ પ્રસિદ્ધ આરતી બની ચૂકી છે. આ આરતીને સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે.