આ કારણે મનાવવામાં આવે છે મહાકુંભનો મેળો, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

મહાકુંભ નાં મેળાનું આયોજન આ વખતે હરિદ્વારમાં કરવામાં આવી રહ્યું છે. માન્યતા છે કે, મહાકુંભનાં મેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે. અને દુઃખનો નાશ થાય છે. મહાકુંભ નો મેળો શા માટે ઉજવવામાં આવે છે તેની સાથે પૌરાણિક કથા જોડાયેલી છે. આ કથા ઈન્દ્ર દેવ સાથે જોડાયેલી છે. કથા અનુસાર એકવાર ઈન્દ્રદેવે ઋષિ દુર્વાસા દ્વારા આપવામાં આવેલ દિવ્ય માળા નું અપમાન કર્યું હતું. તે માળાને તેમણે ઐરાવત નાં મસ્તક પર રાખી દીધી હતી. અને ઐરાવતે તેને નીચે લઈ પગ માં કચડી નાખી હતી. આ વાતથી ગુસ્સે થઈને મહર્ષિ દુર્વાસા એ ઇન્દ્રદેવને લક્ષ્મીહીન થવાનો શ્રાપ આપ્યો.
દુર્વાસા નાં શ્રાપ ને કારણે ઇન્દ્ર દેવ દૈત્યો નાં રાજા બલિની સાથે યુદ્ધ હારી ગયા. અને રાજા બલિએ ત્રણેય લોક પર પોતાનું શાસન સ્થાપિત કર્યું. નિરાશ થઈને ઈન્દ્રદેવ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી ઇન્દ્ર દેવને સાથે લઈ શ્રી હરિ પાસે ગયા. શ્રી હરિ એ ઇન્દ્રદેવને દૈત્યો સાથે સમાધાન કરી. અને તેમનો સહયોગ મેળવી મંદરાચલ ને માથાની તથા વાસુકી નાગને દોરડું બનાવીને સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રાપ્ત કરવા કહ્યું. શ્રી હરિએ કહ્યું કે, સમુદ્ર મંથનમાંથી જે અમૃત પ્રાપ્ત થશે તે હું સમસ્ત દેવતાઓ ને પીવડાવી ને અમર કરી દઈશ.
ઇન્દ્ર દેવ દૈત્યો નાં રાજા બલિ પાસે ગયા અને તેની સમક્ષ સમુદ્રમંથન માટેનો પ્રસ્તાવ રાખ્યો. અમૃત ની લાલચ માં આવીને દૈત્યો દેવતાઓ સાથે મળ્યા. તેઓએ પૂરી શક્તિ લગાવી ને મંદરાચલ પર્વત ઉઠાવીને સમુદ્ર તટ પર લાવ્યા. મંદરાચલ પર્વત ને મથાની અને વાસુકી નાગને દોરડું બનાવીને સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમંથનમાંથી લક્ષ્મી, પારિજાત ધન્વતરી, ચંદ્રમા, પુષ્પક, પાંચજન્ય શંખ, અને અંતમાં અમૃત કુંભ નીકળ્યો. જેને લઇને ભગવાન ધનવન્તરી આવ્યા. તેમના હાથમાંથી અમૃતસર લઈને દૈત્યો ત્યાંથી ભાગવા લાગ્યા. જેનાથી દેવતાઓ પરેશાન થઈ ગયા.
તેમણે ભગવાન વિષ્ણુને મદદ માટે પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શ્રી હરિ એટલે કે, વિષ્ણુજી એક સુંદર નારીનું મોહિની રૂપ ધારણ કરીને આવ્યા. અને દેવતાઓ અને દાનવો વચ્ચે આવી પહોંચ્યા. મોહિની થી મોહિત થઈને દૈત્યો એ તેમને અમૃત સોંપી દીધું કહેવામાં આવે છે કે, અમૃતથી વંચિત અસુરો એ કુંભ ને નાગલોક માં છુપાવી દીધો. જ્યાંથી ગરુડે તેમનો ઉદ્ધાર કર્યો. સાગર સુધી પહોંચતા પહેલા જે સ્થાનો પર તેમણે કળશ રાખ્યો હતો. ત્યાંજ કુંભનો મેળો લાગે છે.