આ કારણે પૂજા અને ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવેછે, મેરીગોલ્ડ નાં ફુલ, જાણો તેનું મહત્વ

પૂજા કરતી વખતે મેરીગોલ્ડ નાં ફૂલ નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. અને બધા ભગવાન ને આ ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્ય દરમ્યાન આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરની સજાવટ પણ આ ફૂલથી સજાવવામાં કરવામાં આવે છે. પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે, શા કારણે આ ફૂલ નો પ્રયોગ પૂજા અને ધાર્મિક કાર્ય દરમ્યાન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, દેવી-દેવતાઓને આ ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી આ ફુલ નો પૂજા દરમિયાન વધારે ઉપયોગ કરવામાં આવે છે.
આ ફુલનો રંગ કેસરી કલરનો છે. આ રંગ હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે. આ પણ એક કારણ છે કે, આ ફૂલની માળા ભગવાનને વધારે ચડાવવામાં આવે છે. આ ઉપરાંત કેસરી રંગ ત્યાગ અને મોહ માયા ને પણ દર્શાવે છે. આ ફૂલમાં ઘણી પાંદડીઓ હોય છે જેના કારણે તે એકબીજ ને જોડીને રાખે છે. આમ આ ફુલ એકતા પણ દર્શાવે છે. આ એકમાત્ર ફુલ એવું છે જે પોતાના એક નાના પાનનાં આધારે પણ ઉગી જાય છે. આ ફૂલનાં ગુણ આત્માની ખાસિયત દર્શાવે છે. જે દર્શાવે છે કે, આત્મા ક્યારેય મરતી નથી બસ શરીર બદલે છે. અને અલગ-અલગ રૂપોમાં ફરીથી જીવન પ્રાપ્ત કરે છે.
મેરીગોલ્ડ નાં ફૂલ નું તોરણ ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવવું શુભ ગણવામાં આવે છે. આ ફૂલથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ જ કારણે કોઈપણ પૂજા કે તહેવાર હોય ત્યારે ઘરનાં મુખ્ય દરવાજા પર આ ફુલ નું તોરણ લગાવવામાં આવે છે. તેને ઘરની બહાર લગાવવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે. આ ફૂલને પવિત્ર ગણવામાં આવે છે. તેજ કારણે પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ને ફક્ત પવિત્ર વસ્તુઓ જ અર્પણ કરવાનો ઉલ્લેખ છે. માટે ભગવાનને આ ફુલ અર્પણ કરવામાં આવેછે. મેરીગોલ્ડનાં ફૂલોનો પૂજા દરમ્યાન કોઈપણ જાતનાં ભય વગર ઉપયોગ કરવામાં આવે છે. આ ફૂલ અર્પણ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- ક્યારેય પણ ભગવાનને ગંદા ફૂલ ચડાવવા નહિ. ભગવાનને હમેશાં સાફ ફુલ અર્પણ કરવા. જેના પાન એકદમ બરાબર હોય તેવા ફૂલ જ ભગવાનને અર્પણ કરવા.
- હંમેશા તાજા ફૂલ જ ભગવાનને ચડાવવા ક્યારેય વાસી ફૂલ ભગવાનને અર્પણ ન કરવા.
- એકવાર જે ફૂલ નો ઉપયોગ કર્યો હોય તેનો ઉપયોગ બીજીવાર ના કરવો. તેમ જ ફૂલ સુકાઈ જાય ત્યારે તેને જળમાં પ્રવાહિત કરી દેવા.
- જમીન પર પડેલ ફુલ નો ઉપયોગ ધાર્મિક કાર્ય દરમ્યાન ના કરવો.