આ કારણે વિદ્યા બાલન પોતાના પતિ સાથે ક્યારેય કરતી નથી કામ સિદ્ધાર્થ રોય ની ત્રીજી પત્ની બની હતી વિદ્યા બાલન

હિન્દી સિનેમા માં પોતાનાં શાનદાર અભિનયથી ઓળખાય છે વિદ્યા બાલન. તેમનાં પતિ સિદ્ધાર્થ રોય કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા પ્રોડ્યુસ છે. બંને આઠ વર્ષથી સાથે છે. વિદ્યા અને સિદ્ધાર્થ બંનેએ વર્ષ ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. વિદ્યાએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને સિદ્ધાર્થ પણ ઘણી ફિલ્મો બનાવી ચૂક્યા છે. જોકે, થોડા દિવસો પહેલા અભિનેત્રી વિદ્યા બાલને જણાવ્યું હતું કે, તેઓ તેમનાં પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે કામ કેમ નથી કરતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વિશે વાત કરતાં વિદ્યા એ કહ્યું કે, મને ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સાથે વાંધો થઈ શકે છે અને હું તેમની સાથે લડતી પણ હોઉં છું. વાસ્તવમાં હું લડતી નથી હોતી પરંતુ દલીલ કરતી હોઉં છું. અને તેની પાછળ પણ કારણ હોય છે. પરંતુ હું આ બધું સિદ્ધાર્થ સાથે નથી કરી શકતી. વાત જો પર્સનલ હોય તો હું તેમની સાથે લડી પણ શકું છું અને તે લડાઈ નું સમાધાન પણ કરી શકું છું.
અભિનેત્રીએ આગળ જણાવતા કહ્યું કે, તેઓ પૈસા માટે થઈને પોતાના પતિ સાથે પણ ક્યારેય સમાધાન કરી શકતી નથી. વિદ્યા એ કહ્યું કે તમે વિચારો કે તેઓ મને કહે કે ફિલ્મ માટે મને આટલા પૈસા મળશે અને હું એમ કહીશ કે મારે આ કરતાં ૧૦ ગણા વધારે પૈસા જોઈએ. હું તેમને કહીશ કે શું તમે મારા અભિનયનું મૂલ્યાંકન ઓછું કરી રહ્યા છો. આ જ બધા કારણો છે કે, હું આ બધી બાબતોમાં પડવા માગતી નથી અને મારા પતિ સાથે કામ કરતી નથી.
વર્ષ ૨૦૧૨ માં સિદ્ધાર્થ એ વિદ્યા સાથે કર્યા ત્રીજા લગ્ન
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરે ડિસેમ્બર ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. વિદ્યા સાથે લગ્ન પહેલા સિદ્ધાર્થે નાં બે લગ્નથી ચુક્યા છે. જો કે, તેનાં બંને લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા ન હતા. હાલમાં વિદ્યા અને સિદ્ધાર્થ આઠ વર્ષથી વધુ સમયથી સાથે રહે છે. બંનેએ પંજાબી અને સાઉથ ઇન્ડિયન રીત રીવાજ સાથે સાત ફેરા લીધા હતા.
વિદ્યા બાલન નો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૭૮ નાં રોજ પલકકડમાં થયો હતો. વિદ્યા એ હાલમાં જ તેનો ૪૨ મો જન્મદિવસ ઉજવ્યો હતો વિદ્યાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક સારી નામનાં મેળવી છે. કહાની, ધ ડર્ટી પિક્ચર, ઈશ્કિયા અને પા જેવી શાનદાર ફિલ્મોથી વિદ્યા એ લોકોનાં હૃદયમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેને વર્ષ ૨૦૧૧ માં તેની ફિલ્મ “ધ ડર્ટી પિક્ચર” થી ખાસ નામનાં મળી હતી અને આ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રી નો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.