આ કારણો થી વારંવાર થઈ શકે છે માથાનો દુખાવો, જાણો દૂર કરવાના ઉપાયો

સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કોમન સમસ્યાની વાત કરીએ તો તેમાં માથાનો દુખાવો નંબર આવે. તેનું કારણ છે કે કોઈક જ એવી વ્યક્તિ હશે જેને ક્યારેય પણ માથા નો દુખાવો થયો નહીં હોય મોટેભાગે લોકોને ક્યારેક-ક્યારેક હેડઅક થાય છે પરંતુ તેમાં પરેશાની વાળી કોઈ વાત નથી પરંતુ જો કોઈ વ્યક્તિને રોજ માથાનો દુખાવો થતો હોય તો તેને કોનીક હેડેઅક અથવા કોન્સ્ટેટ હેડેઅક કહેવામાં આવે છે. આ સમસ્યા સતત પંદર દિવસ એક મહિનો કે પછી ૩ મહિના સુધી રહી શકે છે.
આ કારણોથી થાય છે માથાનો દુખાવો
- શરદી ઉધરસ કે ફ્લુ ની બીમારીનાં કારણે પણ સતત માથાનો દુખાવો થઇ શકે છે.
- જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય કે તેના કારણે તેને ચિંતા મહેસુસ થઈ રહી હોય તો સ્ટ્રેસ અને એન્જોયટી પણ માથાના દુખાવાનું કારણ બની શકે છે.
- ઘણીવાર વધારે પ્રમાણમાં આલ્કોહોલ નું સેવન કરવાના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. અને તે લાંબા સમય સુધી રહી શકે છે એનું કારણ છે કે, આલ્કોહોલ ના કારણે ઊંઘ પૂરી થતી નથી અને થાક મહેસૂસ થાય છે જેના કારણે જેની અસર માથાના દુખાવા નાં રૂપમાં જોવા મળે છે.
- આંખ સાથે સંબંધિત કોઈ સમસ્યા હોય કોઈ વસ્તુ જોવા કે વાંચવા માટે આંખો પર ખૂબ જ જોર દેવું પડતું હોય તેના કારણે પણ માથાનો દુખાવો થઇ શકે છે.
- ઘણી વાર સારી રીતે ભોજન ન કરવાના કારણે, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાને કારણે પણ માથાનો દુખાવો થઇ શકે છે. તેનું કારણ છે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ ઓછું થઈ જાય છે અને તેનાં કારણે હેડઅક થવા લાગે છે.
- ઘણીવાર જ્યારે શરીરમાં પાણીની કમી થઈ જાય છે તેનાં કારણે પણ માથુ દુખવા લાગે છે તેનું કારણ છે કે, જ્યારે શરીર ડીહાઈડ્રેટ થઈ જાય છે. બ્રેન માં પાણીની કમી થવા લાગે છે જેના કારણે બેઇન સંકોચાવા લાગે છે અને માથાનો દુખાવો શરૂ થઇ જાય છે.
- જે લોકો અઠવાડિયામાં ત્રણ વાર થી વધારે દર્દ નિવારક દવાઓનું સેવન કરે છે. તે લોકોમાં વારંવાર માથાનાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. એવું ખાસ કરીને એ લોકોમાં જોવા મળેછે જે માઈગ્રેન થી પીડિત હોય અને દુખાવાને દૂર કરવા માટે વધારે માત્રામાં દવા પર નિર્ભર હોય.
માથાનાં દુખાવા થી બચવાના ઉપાયો
- માથા નો દુખાવો કયા કારણોસર છે તેની જાણકારી લેવી એટલે કે, શરૂ થતા જ ધ્યાન રાખવું કે, કયા કારણોથી માથાનો દુખાવો થયો છે. અને એ પ્રકારની દરેક વસ્તુઓથી બચાવવાની કોશિશ કરવી. જેમ કે કેટલાક લોકોને પરફ્યુમની સ્મેઈલ થી માથાનો દુખાવો થાય છે અન્ય લોકોને કોઈ વસ્તુ ખાવાથી પણ માથાનો દુખાવો થાય છે. આમ આવી વસ્તુઓ થી બચવું.
- માથાનો દુખાવો થવા પર વધારે માત્રામાં દવાનું સેવન કરવાથી બચવું કારણ કે દવા પર નિર્ભરતા નાં કારણે પણ વારંવાર માથાનો દુખાવો થઇ શકે છે.
- દરરોજ ૭ થી ૮ કલાક ની ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. જો તમારી ઉંધ પૂરી નહીં થાય તો પણ માથાના દુખાવા નાં ચાન્સ વધી જાય છે.
- રોજ હેલ્ધી ફૂડ ખાવું અને કોઈપણ મીલ સ્કીપ કરવું નહિ. મીલ સ્કીપ કરવાથી પણ માથાનો દુખાવો થઇ શકે છે.
- જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી સ્ટ્રેસથી દૂર રહેવું. કારણ વગર તણાવ ન લેવો. જીવનમાં પોઝિટિવ રહેવાની કોશિશ કરવી અને યોગ અને મેડિટેશનથી સ્ટ્રેસ દૂર કરવું.
- વધારે માત્રામાં કોફી કે કેફીનનું સેવન કરવાથી માથાનો દુખાવો થઇ શકે છે તેથી કેફીનનું સેવન કરવાથી બચવું.