આ કર્યો વધારે પડતા કરવાથી શરીર થઇ જાય છે વૃધ્ધ, ઉંમર પહેલા જ ઢળી જાય છે યુવાની

આ કર્યો વધારે પડતા કરવાથી શરીર થઇ જાય છે વૃધ્ધ, ઉંમર પહેલા જ ઢળી જાય છે યુવાની

શુક્રનીતિમાં એવા કેટલાક કાર્યો દર્શાવવામાં આવ્યા છે કે, જેને વધારે પડતા કરવાથી મનુષ્યનું આયુષ્ય ઢળવા લાગે છે અને તે નાની ઉમરમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે હંમેશા યુવાન રહેવા માગો છો અને ઉમરથી પહેલા વૃદ્ધ થવા નથી માગતા તો શુક્રનીતિ માં બતાવવામાં આવેલા આ કર્યોને વધારે ના કરો. આ કાર્યોંને જરૂરતથી વધારે કરવાથી તમારી જવાની ઢળી જશે અને તમે વૃધ્ધત્વનો શિકાર બની જશો.

વધારે પડતું ફરવું

ઘણા લોકોને ફરવાનો ખૂબ જ શોખ હોય છે અને તેઓ હંમેશા ટ્રાવેલિંગ જ કરતા રહે છે. વધારે પડતું ફરવું શરીર માટે સારું નથી અને આવું કરવાથી યુવાની પર અસર પડે છે. વધારે ફરવાથી શરીર થાકવા લાગે છે અને ત્વચા પર પણ તેની ખરાબ અસર પડે છે. તેવામાં તમારી ઉંમર વધારે દેખાવા લાગે છે. તમને જો વધારે ફરવાનો શોખ હોય તો આ શોખને થોડો ઓછો કરી વધારે પડતો સમય તમારા ઘરમાં જ રહો.

વધુ મહેનત

ઘણા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને કાયમ કામ જ કરતા રહે છે. વધારે કામ કરવાથી તમે સફળ તો જરૂર બની જશો, પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વધારે મહેનત કરવા વાળી વ્યક્તિના વાળ વહેલા સફેદ થઈ જાય છે અને તેની ઉંમર વધારે દેખાવા લાગે છે. તેથી તમે કોશિશ કરો કે વધારે પડતું કામ ના કરવું અને તમારા માટે સમય જરૂર ફાળવો.

વધારે વ્રત કરવા

ઘણા લોકોને વ્રત કરવાનો ખૂબ જ શોખ હોય છે. તો ઘણા લોકો પોતાનું વજન ઓછું કરવા માટે વ્રત કરે છે. વધારે પડતા વ્રત કરવાથી શરીર પર સારો પ્રભાવ પડતો નથી અને શરીર વૃદ્ધત્વનો શિકાર બની જાય છે. તેથી તમારે વધારે પડતા વ્રત ના કરવા જોઈએ.

વધારે પડતું ભોજન કરવું

વધારે ભોજન કરવાથી શરીરને નુકસાન થાય છે અને તમે વૃદ્ધત્વનો શિકાર પણ બની શકો છો. જે લોકો સંતુલિત માત્રામાં ભોજન નથી કરતા તેઓ સ્થુળતાનો શિકાર બની જાય છે. શરીરમાં સ્થુળતા આવવાથી વ્યક્તિની આયુષ્ય એમજ વધારે દેખાવા લાગે છે અને તેની યુવાની ખતમ થઇ જાય છે. તેથી યુવાન દેખાવા માટે સંતુલિત માત્રામાં ભોજન કરવું ખૂબ જરૂરી છે. સાથે જ શરીરને એકદમ ફિટ પણ રાખો.

વધારે પડતો બોજ લેવાથી

કામનો વધારે પડતો બોજ લેવાથી પણ શરીર પર અસર પડે છે અને આયુષ્ય વધારે દેખાવા લાગે છે. એટલું જ નહીં જે લોકો વધુ બોજ લે છે તે લોકો ઘણા પ્રકારની બીમારીઓથી પણ ઘેરાઈ જાય છે. તે માટે તમે કોશિશ કરો કે વધારે બોજ ના લો અને હંમેશા ખુશ રહો. તે ઉપરાંત કોઈ પણ વાત વિશે વધારે પડતું ના વિચારો. વધારે પડતું વિચારવાથી મગજ પર ખરાબ અસર પડે છે અને આ કારણે પણ તમે વૃદ્ધત્વનો શિકાર બનો છો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *