આ કેસનાં કારણે જેલ જવાથી બચી એકતા કપૂર, કોર્ટે ગિરફ્તારી માંથી આપી રાહત

એકતા કપૂરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેને ગિરફ્તારી સામે રક્ષણ મળ્યું. અને તેમને ગિરફ્તારી થી અંતરિમ સુરક્ષા મળી છે. એકતા કપૂર પર વેબ સીરીઝ તીપ્લ એક્સ સિઝન ટુ નાં કારણે કેસ કરવામાં આવ્યો હતો અને આપત્તિજનક સામગ્રી બતાવા નો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પર ગિરફ્તારી ની તલવાર લટકતી હતી. જોકે હાલ માં જ સુપ્રીમ કોર્ટે તેને અંતરિમ સુરક્ષા પ્રદાન કરી છે.
વેબ સીરીઝ ત્રીપલ એક્સ સિઝન ટુ નાં પ્રસારણ દ્વારા અશ્લીલતા ફેલાવે નાં અને ભારતીય સેનાના પોશાક નું અપમાન અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા નાં કારણે એફઆઈઆર નોંધાવામાં આવી હતી. એકતા કપૂર વિરુદ્ધ બિહાર અને મધ્યપ્રદેશમાં પણ કેસ કરવામાં આવ્યો હતો. આ બાબતમાં એકતા કપૂર ઉપરાંત ત્રણ લોકો વિરુદ્ધ ઈન્દોરમાં એફઆઈઆર કરવામાં આવી છે.
ઈન્દોરનાં અન્નપુર્ણા પોલીસ સ્ટેશનમાં પ્રભારી સતીશકુમાર ત્રિવેદીએ જણાવ્યું છે કે, પ્રાથમિક સ્થાનીય બે લોકો વાલ્મિક સકરગાય અને નીરજ યાગ્નિક દ્વારા એફઆઈઆર નોંધાવામાં આવી છે. તેનાં પર આઈપીસીની ધારા ૨૯૪ અશ્લીલતા ફેલાવા અને ૨૯૮ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને ભારતના રાજકીય પ્રતીક નો અનુચિત પ્રયોગ કરવા બદલ કેસ નોંધાવામાં આવ્યો છે.
એકતા કપૂર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે ઓટીટી પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર પ્રસારિત વેબ સીરીઝ ત્રીપલ એક્સ સિઝન ટુ માં નાં માધ્યમ થી સમાજમાં અશ્લીલતા ફેલાવવા અને એક સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા ની કોશિશ કરી છે. આ વેબ સીરીઝ ના એક દ્રશ્યમાં ભારતીય સેના નાં પોશાક ને ખૂબ જ આપત્તિજનક રીતે રજૂ કરવામાં આવ્યો છે. જેના કારણે એકતા કપૂર ની સાથે સીરીઝ ના નિદેશક પંખુડી રોડીગ્સ અને પટકથાકાર જેસિકા ખુરાના વિરુદ્ધ પણ ફરિયાદ નોધવામાં આવી છે.
આ પહેલા બિહારના મુઝફ્ફરપુરમાં બીજેપી નાં જિલ્લા સંયોજક અનિલ કુમાર સિંહ એ સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફિલ્મ નિર્માતા શોભા કપૂર અને એકતા કપૂર પર સેનાના જવાનો અને તેમનાં પોશાક નાં અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગિરફ્તારી થી બચવા માટે એકતા કપૂરે કોર્ટમાં એક નિવેદન રજુ કર્યું છે. ગિરફ્તાર અંતરિમ સુરક્ષા માંગી છે. આ નિવેદન પર નિર્ણય કરવામાં આવ્યો અને તેમને ગિરફ્તારી માંથી અંતરિમ સુરક્ષા મળી છે.