આ ખૂબસૂરત મહિલા કરોડો રૂપિયા નાહવા માં ખર્ચ કરે છે, એક રાત રોકાવા નો ખર્ચ ૨૦,૦૦,૦૦૦ છે

કોઈએ સાચું જ કહ્યું છે કે શોખ ખૂબ જ મહત્વ નો છે. અને પોતાનાં શોખ પૂરો કરવા માટે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. દરેક વ્યક્તિ નાં શોખ અલગ-અલગ હોય છે. કોઈને ફરવાનો શોખ હોય છે તો કોઈ ને સોના ચાંદી અને આભૂષણો નો શોખ હોય છે. તો કોઈ વ્યક્તિ ને વિચિત્ર એવી ચીજો નો શોખ હોય છે. આજે અમે તમને અહીં જણાવવા જઇ રહ્યા છે એક મહિલા નાં વિચિત્ર શોખ વિશે જે જાણીને આશ્ચર્ય થશે કે, જ્યાં લોકો નાહવા માટે પાણીનો ઉપયોગ કરે છે ત્યાં આ મહિલા નાહવા માટે શેમ્પિયન ની બોટલો પસંદ કરે છે. પોતાનો આ શોખ પૂરો કરવા માટે કરોડો રૂપિયા સુધી ખર્ચ કરે છે. તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ કમાલિયા જહૂર છે તે મૂળ પાકિસ્તાન નાં બ્રિટિશ અરબપતિ મોહમ્મદ જહૂર ની પત્ની કમાલિયા જહૂર છે જેને શેમ્પિયન થી નાહવા શોખ છે. આ ખૂબસૂરત મહિલા મોડલિંગ અને સિંગીગ નો પણ શોખ રાખે છે.
તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કમાલિયા જહૂર જે બોટલ નો નાહવા માં ઉપયોગ કરે છે તે શેમ્પિયન બોટલ ની કિંમત લગભગ ૫000 રૂપિયા છે. અને તે દિવસ માં નાહવા માટે લગભગ વીસથી ત્રીસ બોટલો શેમ્પિયન નો ઉપયોગ કરે છે. શેમ્પિયન ની બોટલ ની કિંમત આટલી હોવાના લીધે તેનો મહિના નો નાહવા નો ખર્ચ કરોડો રૂપિયા માં આવે છે.
આ ઉપરાંત તેની આસપાસ તેની દેખરેખ માટે ૨૦ થી ૨૨ નોકરો પણ હોય છે. જેનો ખર્ચો ૧ થી ૨ કરોડ જેટલો આવે છે. તેની પાસે ૧૦ મકાન એક પ્રાઈવેટ જેટ પણ છે. તેનું પાંચ મિલિયન યુરો નું એક યાટ પણ છે. આ ખૂબસૂરત મહિલા ને હીરા થી જડેલી ઘડિયાળ પહેરવાનો પણ ખુબ શોખ છે જે ઘડિયાળ ની કિંમત લગભગ 40 લાખ રૂપિયા થી પણ વધુ છે અને તેના એક ચશ્મા ની કિંમત ચાર લાખ રૂપિયા છે. આ ખૂબસૂરત મહિલા જે હેન્ડબેગ નો ઉપયોગ કરે છે. તે બેગ ની કિંમત અંદાજે 90 લાખ રૂપિયા છે. મહિલા નાં ચપ્પલ પર વર્ષ નાં ૨૦ લાખ રૂપિયા સુધી ખર્ચ કરેછે. આ ખૂબસૂરત મહિલા ને પેરિસ ની પ્રખ્યાત અને સૌથી મોટી હોટેલ “સુટ ઇમ્પેરિઅલ રિટઝ” માં રોકવા નો શોખ છે. આ હોટેલ પર એક રાત રોકાવા નો ખર્ચો લગભગ ૨૦ લાખ રૂપિયા છે. આ હોટલ માં રોકાવા ઉપરાંત ખાવા-પીવા નો અને બીજો અન્ય ખર્ચ અલગ થી છે. પરંતુ જ્યારે આ મહિલા વિદેશ ટુર પર જાય છે ત્યારે તેને પાસે અલગ-અલગ દેશો માં ૧૪ ઘર છે. અને બે પ્રાઈવેટ જેટ છે.