આ લોકોએ ધારણ કરવું જોઈએ મોતી, અયોગ્ય લોકો ધારણ કરે છે તો જીવન માં આવી શકે છે પરેશાની

જીવન ની દરેક સમસ્યાઓ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ઉપાયોથી દૂર કરી શકાય છે. જો કોઈ ની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો તે ગ્રહ સંબંધી રત્ન પહેરવાથી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. દરેક ગ્રહને પોતાનું એક રત્ન હોય છે જેમ કે ચંદ્રનું રત્ન છે મોતી તેને ધારણ કરવાથી ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલ દોષ દૂર થાય છે. હવે સવાલ એ છે કે, કયા લોકોએ મોતી પહેરવું જોઈએ અને કયા લોકોએ ધારણ ન કરવું જોઈએ. ચાલો જાણીએ તેનાં વિશે વિસ્તારથી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વધારે ભાવુક લોકોએ મોતી ધારણ કરવું જોઈએ નહીં. ખાસ કરીને તે લોકોએ જેને દરેક વાત પર ગુસ્સો આવતો હોય તેઓએ મોતી ક્યારેય પહેરવું જોઇએ નહીં. મોતી ધારણ કર્યા બાદ તેમનો ગુસ્સો વધી શકે છે. તેમજ જે લોકોની જન્મ કુંડળીમાં ચંદ્ર બારમાં અને દસમા ઘરમાં હોય તેઓએ મોતી પહેરવાથી બચવું જોઈએ એવું કરવાથી તેમને નુકશાન થઇ શકે છે.
વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ લગ્ન વાળા લોકો એ મોતી પહેરવું જોઈએ નહિ તે ધારણ કરવાથી તમને લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત શુક્ર, બુધ અને શનિ રાશિવાળા લોકોએ મોતી ધારણ કરવું જોઈએ નહીં. એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે હીરા પન્ના, નીલમ અને ગોમેદ ની સાથે પણ મોતી ન પહેરવું આ કોમ્બિનેશન ખૂબ જ નુકસાનદાયક છે.
આ લોકોએ મોતી પહેરવું જોઈએ
જે લોકોની કુંડળીમાં ચંદ્રમાં અશુભ સ્થિતિમાં હોય તેઓએ મોતી જરૂર પહેરવું જોઈએ તેનાથી ચંદ્ર સાથે જોડાયેલ દોષ દૂર થાય છે અને જે લોકોનું મન અશાંત હોય તે લોકોએ મોતી ધારણ કરવું જોઈએ તેનાથી તેનું મન સ્થિર રહે છે. મોતી ની સાથે પીળો પોખરાજ અને મૂંગા ધારણ કરી શકો છો. એ કોમીનેશન ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોતી ને તમારી વીટી માં અથવા માળા નાં રૂપમાં ધારણ કરી શકો છો.
એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે, તમારી કુંડળીમાં ચંદ્ર અશુભ પ્રભાવ હોય તો મોતી થી બનેલી કોઈપણ વસ્તુ ન કોઈને આપવી કે ન કોઈ પાસેથી લેવી. તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમારી બોડીમાં જલ તત્વ અને કફની પ્રકૃતિ ને સમજ્યા બાદ જ મોતી ધારણ કરવું અન્યથા નુકસાન થઈ શકે છે. મોતીને ચાંદી અથવા કોઈ અન્ય ધાતુ સાથે પહેરવાથી બચવું.