આ લોકોએ ભૂલથી પણ ન કરવું અળસી નું સેવન, ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ન કરવું અળસી નું સેવન, ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન

અળસી નાં ફાયદાઓ વિશે તો આપણે જાણીએ છીએ તેને એક મહત્વપૂર્ણ જડીબુટ્ટી નાં રૂપમાં ઓળખવામાં આવે છે. તેને તમારા આહારમાં સમાવેશ કરી અને પર્યાપ્ત માત્રામાં પોષણ મેળવી શકો છો. તેની ખાસ વાત એ છે કે, શરીરમાં પ્રોટીનની પૂર્તિ માટે દરેક ઉંમર ની વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. કેટલીય બીમારીઓમાં અળસી રામબાણ ઔષધી ની જેમ કામ કરે છે. તે વ્યક્તિ માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અળસી શાકાહારી લોકો માટે એક વરદાન છે. આ તો હતા અળસી નાં ફાયદાઓ પરંતુ અળસી નાં સેવન થી થતા નુકશાન વિશે શું તમે જાણો છો ? આ લોકો એ અળસીનું સેવન કરવું જોઇએ નહીં.

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ એ અળસી નું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે તેની તાસીર ગરમ હોય છે. તેને કારણે તેને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

લોહી પાતળું કરવાની દવા લેતા લોકોએ

લોહી પાતળું કરવાની દવા લેતા લોકો એ અળસી નું સેવન કરવું જોઇએ નહીં તેનું સેવન કરવાથી રક્ત સ્ત્રાવ નું જોખમ વધી શકે છે. આ ઉપરાંત પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત અને સંવેદન સ્થિતિવાળા લોકોએ અળસી નું સેવન કરવું જોઇએ નહીં. તેઓએ ડોક્ટરની સલાહ બાદ જ અળસી નું સેવન કરવું.

અળસીનું સેવન કરતી વખતે આ સાવધાની રાખવી

અળસીમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે. સ્વસ્થ રહેવા માટે તેનું સેવન કરતી વખતે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. નહીં તો આંતરડા અને પગમાં તેનો દુષ્પ્રભાવ પડી શકે છે. વધારે માત્રામાં અળસીનું સેવન કરવાથી આંત માં રૂકાવટ પેદા થઈ શકે છે.

વધારે પ્રમાણમાં તેનું સેવન કરવું જોઇએ નહીં

અળસી નું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ નહીં. એલર્જીક રીએક્શન  નું જોખમ થઈ શકે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ની ભરપૂર માત્રા હોય છે તેથી વધારે માત્રામાં સેવન કરવાથી વધારે ફાઈબર ડાયરિયા નું કારણ પણ બની શકે છે. માટે અળસીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ નહીં.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *