આ મકરસંક્રાંતિ પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ યોગ, આ વસ્તુઓનું કરવું દાન

૧૪ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી અન્ય ગ્રહો સાથે સંયોગ કરી રહ્યો છે. આ મકરસંક્રાંતિ પર શની, ગુરુ બુધ અને ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન હશે અને સૂર્ય નાં જતાં જ પંચગ્રહી યોગ ની રચના થશે.સૂર્ય દક્ષિણાયન થતાં જ્યારે ઉત્તરાયણ થાય છે તે દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનાં ઉતરાયણ થતાં જ તેની બધી જ કિરણો પૃથ્વી પર પ્રાપ્ત થવા લાગે છે. જેનાં કારણે જીવ-જંતુ, માણસો અને વનસ્પતિ બધામાં ઉર્જા નો સંચાર પ્રવાહિત થવાનું શરૂ થઇ જાય છે. દિવસ મોટો અને રાત્રિનો સમય ઓછો થવાનું શરૂ થઇ જાય છે. પરંતુ આ વખતે ૧૪ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં જઈ બીજા ઘણા ગ્રહો સાથે સંયોગ બનાવી રહ્યો છે. જે એક ખગોળીય ઘટના છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે.ગુરુવાર શુક્લ પક્ષની પ્રતિપદા અને ચંદ્રમાનાં નક્ષત્ર ચરણ માં યોગ બનશે. સૂર્ય સવારે ૮:૧૪ વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનાં સ્વાગત માટે મકર રાશિમાં પહેલેથી ચાર ગ્રહો શનિ, ગુરુ, બુધ અને ચંદ્ર બીરાજમાન હશે અને સૂર્ય નાં પ્રવેશ ની સાથે જ પંચગ્રહ યોગની રચના થશે. જાણો શું કામે ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ આ દિવસે ગંગા સ્નાન અને દાનનું શું મહત્વ છે.
મકરસંક્રાંતિ પર દાન નું ખૂબ જ મહત્વ છે. પરંતુ જે લોકો શની, ગુરુ, બુધ અને ચંદ્રથી પ્રભાવિત છે અથવા જેમની કુંડળીમાં આ ગ્રહની દશા-અંતર્દશા ચાલી રહી છે તે લોકોએ દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકોને શનિ ની સાડાસાતી ચાલી રહી હોય તે લોકોએ આ દિવસે દાનની સાથે સાથે બ્રાહ્મણોને ભોજન અવશ્ય કરાવવું અને અનાજ નાં દાનની સાથે કાળા તલ અને અડદની દાળ પણ દાન કરવા જોઈએ. કોઈ મંદિરમાં જઈ તેના આંગણમાં શમી નો પ્લાન્ટ રોપવો તેનાથી ઈચ્છિત ફળપ્રાપ્તિ થશે. મકરસંક્રાંતિ ગુરુવારનાં દિવસે હોવાથી વનસ્પતિ નું દાન કરવાથી અત્યંત લાભ મળશે. જે લોકો બીમારીથી પીડિત છે તેઓ અનાજની સાથે ઘીનું દાન પણ કરે અને વેલ નો છોડ રોપવો.
- જેમને રોજગાર અને પૈસા માં વૃદ્ધિ ની જરૂર હોય તેમણે અનાજની સાથે સફેદ ચંદનની લાકડી પણ દાન કરવી. અને મંદિર અથવા કોઈપણ જગ્યાએ કેળાનો છોડ રોપવો.
- જે લોકો કોઈપણ કાર્યમાં અવારનવાર નિષ્ફળ જતા હોય તે લોકોએ અનાજ ની સાથે ગોળનું દાન પણ કરવું અને શમી નો છોડ રોપવો.
- જે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે અત્યંત સંઘર્ષ કરી રહ્યા છે અને મૂંઝવણની સ્થિતિમાં હોય તેઓ અનાજનાં દાન ની સાથે મંદિરમાં કપૂર અને જનોઈ નું દાન કરે અને તુલસી નો છોડ રોપવો.
- સર્વ કલ્યાણ માટે તમારા પૂજારીને અનાજની સાથે મધ ,ઘી અને અત્તરનું દાન કરવું. આ વિશેષ યોગમાં દાન કરવાથી અને છોડ રોપવાથી જીવનનાં દરેક ક્ષેત્રમાં આત્મીક પ્રગતિની સાથે આધ્યાત્મિક પ્રગતિ થાય છે.