આ મંદિરમાં પ્રસાદ નાં સ્થાને વેચવામાં આવે છે સોનાનાં સિક્કા અને આભૂષણો, વર્ષોથી ચાલી રહી છે આ પ્રથા

આજે અમે તમને ભારતનાં એક મંદિર વિશે જણાવવાના છીએ કે, જ્યાં ભક્તો ને પ્રસાદમાં મીઠાઈ નહીં પરંતુ સોનાનાં આભૂષણ અને રૂપિયા આપવામાં આવે છે. ભારત નું આ અનોખું મંદિર ઉત્તર પ્રદેશમાં છે. અને આ મંદિરનું નામ મહાલક્ષ્મી મંદિર છે. મંદિરમાં આવનાર ભક્ત મંદિરમાં વિશેષ પ્રસાદ ચઢાવે છે. આ મંદિર રતલામ શહેર માં માણેક ચોકમાં આવેલ છે.
લાગે છે કુબેર નો દરબાર
મહાલક્ષ્મી નાં આ મંદિરમાં કુબેર નો દરબાર લગાવવામાં આવે છે. આ દરબારમાં આવનાર ભક્તો ને પ્રસાદ માં મીઠાઈ નહી પરંતુ રૂપિયા, પૈસા અને આભૂષણ અર્પણ કરેછે. કુબેર નો આ દરબાર દિવાળીનાં સમય દરમ્યાન લગાવવામાં આવે છે.આ દરબારમાં આવનાર ભક્તો પ્રસાદ નાં બદલે સોના નાં સિક્કા અપાય છે. દિવાળી નાં દિવસે આ મંદિર ૨૪ કલાક માટે ખુલ્લું રહે છે. અને ધનતેરસ નાં દિવસે કુબેર નો દરબાર ભરવામાં આવે છે.
દિવાળી નું આયોજન
આ મંદિરમાં ધનતેરસ થી લઈને પાંચ દિવસ સુધી દિવાળી નું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની ભીડ ખૂબજ રહે છે. ભક્તજન અહીં આવીને પૂજા કરે છે દીપક પ્રગટાવે છે. અને એટલું જ નહીં મંદિર ને ફૂલોથી નહીં પરંતુ ભક્ત દ્વારા ચડાવવામાં આવેલ રૂપિયા અને આભૂષણ દ્વારા સજાવવામાં આવે છે. આ સમય દરમ્યાન આવનારી મહિલાઓ ને કુબેર ની પોટલી આપવામાં આવે છે.માન્યતા છે કે, જે ફક્ત મંદિરમાં ધન અને આભૂષણ ચડાવે છે. તેનાં ઘરમાં મહાલક્ષ્મી ની કૃપા બની રહે છે.તેણે કયારેય આર્થિક તંગી નો સામનો કરવો પડતો નથી. આજ કારણે લોકો દૂર દૂરથી આ મંદિર પર આવી અને કિંમતી આભૂષણ ચડાવે છે.