આ મંદિર ની ચમત્કારીક શક્તિને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો, મરેલ વ્યક્તિ પણ અહીં જીવિત થઈ જાય છે

દુનિયામાં ઘણી એવી આશ્ચર્યજનક જગ્યાઓ છે. જેના વિશે અમુક લોકો જ જાણે છે. એમા ઘણી રહસ્યમય અને ચમત્કારી જગ્યાઓ પણ છે. જેના રહસ્યને હજી સુધી કોઈ જાણી શક્યું નથી. જોકે વૈજ્ઞાનિકો એ ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તે તેમાં સફળ રહીયા નહીં. ભારત પ્રાચીન સંસ્કૃતિ નો દેશ કહેવાય છે. અને તેનો એક અલગ જ ઈતિહાસ છે. ભારત ને એમજ ચમત્કારી દેશ કહેવામાં આવતો નથી. તેની પાછળ ઘણી એવી કહાની અનેક કારણો છે. જે જાણીને તમે આશ્ચર્યચકિતથી જશો.
આ જગ્યાના ચમત્કારથી થઈ જશો હેરાન
ભારતમાં ઘણા એવા પ્રાચીન મંદિર છે કે, જેમાં રહસ્ય છુપાયેલું છે. આજે અમે તમને ભારતનાં એક એવી ચમત્કારી અને રહસ્યમય જગ્યા વિશે જણાવીશું કે જેના ચમત્કાર વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઘણી જગ્યાઓ ખૂબ જ ખાસ હોય છે. કોઈપણ વ્યક્તિ તેના રહસ્ય વિશે જાણી શકતું નથી એ જગ્યા નું રહસ્ય કોઈપણ વ્યક્તિને આશ્ચર્યચકિત કરી શકે છે.
પૂજારીના જળ છાંટવાથી જ શરીરમાં આત્મા આવી જાય છે
ભારતમાં એક એવી જગ્યા છે જેના વિશે કહેવામાં આવે છે કે, ત્યાં મરેલ વ્યક્તિ પણ જીવંત થઈ જાયછે. આ વાત બિલકુલ સત્ય છે. એવું કહેવામાં આવે છે કે, વ્યક્તિ ના મૃત્યુ બાદ તેના મૃત શરીરને આ મંદિરમાં લઈ જવામાં આવે તો તેની આત્મા ફરીથી પાછી આવી શકે છે. આ કઈ રીતે થાય છે તેનો હજી સુધી કોઈને ખ્યાલ નથી. આ અદ્રભૂત મંદિર ઉત્તરાખંડના લાખમાલ માં આવેલ છે.
આ ભગવાન શંકરનું ખૂબ પ્રાચીન મંદિર છે. જે ચારે તરફથી વૃક્ષોથી ઘેરાયેલું છે. જ્યારે આ જગ્યા ને ખોદવામાં આવી હતી. ત્યારે એક જૂનું શિવલિંગ પ્રાપ્ત થયું હતું. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરના પૂજારી જ્યારે મૃત શરીર પર જળ છાંટે છે. ત્યારે વ્યક્તિ જીવિત થઈ જાય છે. ત્યારબાદ ભગવાનનું નામ લઈને ગંગાજળ મોઢામાં દેવામાં આવે છે. ત્યારે તેની આત્મા બહાર નીકળી જાય છે. અને તેને મુક્તિ મળી જાય છે. આજ સુધી તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવામાં આવ્યું નથી.