આ પ્રકાર નાં લોકો એ ભૂલથી પણ ન પહેરવો જોઇએ હીરો, બરબાદ થઈ શકે છે જીવન

હીરો સૌથી મોંઘું રત્ન છે. ઘણા લોકોને પોતાની શાન બતાવવા માટે તેને ધારણ કરે છે. હીરો ફક્ત સ્ટેટસ સિમ્બોલ માટે પહેરવો જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસારહીરા નો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે તેવામાં જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત હોય તે લોકો એ હીરો ધારણ કરવો ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેમજ જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહની ખરાબ સ્થિતિ હોય તેને ભૂલથી પણ હીરો પહેરવો જોઈએ નહીં એવું કરવાથી તેને લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ બધી વાતોનું ધ્યાન રાખીને આજે અમે હીરા સાથે જોડાયેલ કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
- જે જાતકો નાં લગ્ન સિંહ વૃશ્ચિક ધન અને મીન માં હોય તેઓ માટે હીરો ધારણ કરવો શુભ રહેશે નહિ.
- જો તમારા લગ્ન વૃષભ મિથુન કર્ક કન્યા તુલા મકર અને કુંભ માં હોય તો તમારે હીરો જરૂર ધારણ કરવો જોઈએ. એવા લોકો માટે તે શુભ રહે છે તેમજ કર્ક લગ્ન વાળા લોકો વિશેષ પરિસ્થિતિમાં હિરા રત્ન ધારણ કરી શકે છે.
- જ્યોતિષશાસ્ત્ર મુજબ જો શુક્ર નીચ, અસ્ત શત્રુ ગૃહી કે કુંડળીમાં છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં હોય તો તે ખરાબ રહે છે. આ સ્થિતિમાં ઘણા લોકો શુક્ર મજબૂત કરવા માટે જ્યોતિષની સલાહ વગર હીરો ધારણ કરી લે છે તેનાથી લાભને બદલે નુકસાન થાય છે કારણ કે આ રીતે શુક્ર મજબૂત કરવામાં આવે તો તેનાં ખરાબ પ્રભાવ વધારો થાય છે.
- જો શુક્ર સાતમા, આઠમા અને બીજા સ્થાન પાસેથી પસાર થતાં કોઇ મારક સ્થાન પર બિરાજમાન હોય તો હીરો પહેરવાથી તેની મારક ક્ષમતા માં વધારો થાય છે અને આ પ્રકારનો હીરો મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે.
- જો તમારી ઉંમર ૨૧ થી ઓછી અથવા ૫૦ થી વધારે હોય તો હીરો ધારણ કરવો જોઈએ નહીં. જો શુક્ર ખરાબ હોય તો હીરો પહેર્યા બાદ વૈવાહિક જીવનમાં પ્રોબ્લેમ આવે છે.
- હીરો જ્યારે પણ પહેરો ત્યારે તેની સાથે મૂંગા કે ગોમેદ પહેરવો જોઈએ નહીં તેનાથી તમારા ચારિત્ર્ય પર ખરાબ અસર પડી શકે છે.
- હીરો જેટલો સફેદ તેટલો જ સારો હોય છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક થી બે કેરેટનો હીરો ધારણ કરવો જોઈએ. તેનાથી ઓછા કેરેટનો હીરો પહેરવાથી કોઈ લાભ મળતો નથી.