આ પ્રકારનાં શારીરિક લક્ષણો વાળી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે, તેની સાથે લગ્ન થવાથી ખુલી જાય છે પતિની કિસ્મત

તમે ઘણીવાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે, છોકરાઓ નાં લગ્ન કરી દેવાથી તેનાં ભાગ્ય આપોઆપ જ ખુલી જાય છે. નોકરી પણ મળી જાય છે અને લાઈફમાં સેટલ પણ થઈ જાય છે. મોટાભાગે એવું જોવા મળે છે કે, ઘરમાં નવી વહુ આવ્યા બાદ ખુશહાલી અને પૈસા બંને આવે છે કારણ કે, કેટલીક મહિલાઓ જન્મથી જ બીજા માટે ભાગ્યશાળી હોય છે. એવામાં આજે અમે તમને તે મહિલાઓ નાં લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- એવી મહિલાઓની કે જેની આંખો હરણી સમાન સુંદર હોય છે તે ઉપરથી પોતાનું ભાગ્ય લખાવીને જ આવે છે. આ ઉપરાંત જે મહિલાઓ ની આંખ નાં સફેદ ભાગ ની અંતમાં લાલિમા હોય છે તે પણ ભાગ્યશાળી હોય છે અને બીજાને પણ સુખ આપનારી હોય છે.
- જે મહિલાઓ જેની જીભ લાલ અને કોમળ હોય તે પણ ભાગ્યશાળી હોય છે. તેની ખાસ વાત એ હોય છે કે, તે પોતાની કિસ્મત ખાઈ છે પરંતુ પરિવારનાં લોકોની કિસ્મત ચમકાવે છે.
- જો કોઇ મહિલાની નાભિ ઊંડી પરંતુ અંદરથી ઉપસેલી હોય તે મહિલાઓ ભાગ્યશાળી કહેવામાં આવે છે. એવી મહિલાઓ જીવનમાં દરેક પ્રકારનાં સુખ ભોગવે છે.
- જે મહિલા નાં નાક ની આગળ તલ હોય તે પણ શુભ ગણવામાં આવે છે. આવી મહિલાઓ ને જીવનમાં ધનની કોઈ કમી રહેતી નથી. આ મહિલાઓ જ્યાં જાય છે ત્યાં ધનની વર્ષા થાય છે.
- જે મહિલાઓ નાં પગ માં કમળ, ચક્ર કે શંખ જેવા ચિહ્નો હોય છે તેને રાજયોગ હોય છે એવી મહિલાઓ પોતે અથવા તેનાં પતિ ઉચ્ચ અધિકારી, મોટા વેપારી કે રાજનેતા હોય છે. આ આ પ્રકારની મહિલાઓ સાથે લગ્ન કરવાથી ભાગ્ય ખુલી જાય છે.
- જે મહિલાઓની એડી સર્પાકાર હોય છે તે પણ ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ પર ભગવાન હંમેશા આશીર્વાદ રહે છે.
- જે મહિલા નાં પગમાં ત્રિકોણ હોય તો સમજવું કે તે ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી છે એવી મહિલાઓ પોતાની સમજદારી અને જવાબદારીથી પરિવારને સાથે લઈને ચાલે છે અને તેનાં માર્ગદર્શનથી ઘરની પ્રગતિ થઈ શકે છે.
- જો કોઇ મહિલાની નાભિ ની નીચે તલ અથવા મસો હોય છે તો તે ખૂબ જ ભાગ્યશાળી ગણવામાં આવે છે. તેવી મહિલાઓ દરેક સુખ મળે છે.
- સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે મહિલાઓ નાં પગનાં અંગૂઠા ઊંડા,ગોળ અને લાલિમા વાળા હોય છે તે પણ ભાગ્યશાળી હોય છે.