આ પ્રકાર નાં લોકોને ક્યારેય મળી શકતી નથી માનસિક શાંતિ, જાણો શું કહે છે જયા કિશોરીજી

જયા કિશોરીજી દેશ-વિદેશમાં કથા કરવા માટે જાય છે. ખાસ કરીને નાની બાઈ નો માયરો અને શ્રીમદ ભાગવત કથા માટે જયા કિશોરીજી ને લોકો ખૂબ જ પસંદ કરે છે. જયા કિશોરીજી પ્રસિદ્ધ કથા વાંચકા તરીકે ઓળખ્ય છે. અને દેશ વિદેશોમાં પણ તે કથા કરવા માટે જાય છે. શરૂઆત નાં સમયમાં જયા કિશોરીજી ફક્ત કથા વાંચન કરતા હતા પરંતુ ઘણા વર્ષોથી તેઓ લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ ઓરેટર અને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ ઓળખાય છે. તેમનાં અનુયાયીઓ જયા કિશોરીજી ની મોટીવેશનલ સ્પીચ અને વિચારો ને ખૂબ જ પસંદ કરે છે. કિશોરીજી સમય-સમય પર પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોતાના વિચારો શેયર કરતા રહે છે જયા કિશોરીજી એ હાલમાં જ પોતાનો એક વિચાર શેયર કર્યો હતો તેમાં તેઓએ જણાવ્યું હતું કે, બીજા લોકોની ઈર્ષ્યા કરવાવાળા લોકોને ક્યારેય માનસિક શાંતિ મળી શકતી નથી.
તેમના વિચાર ના માધ્યમથી કિશોરીજી જણાવે છે કે, જે વ્યક્તિ હંમેશા બીજાની ઈર્ષા કરે છે તે વ્યક્તિને જીવનમાં ક્યારેય માનસિક શાંતિ અને સુખનો અનુભવ થઇ શકતો નથી કારણ કે, એવી વ્યક્તિઓ ને જીવનભર એ વાતની ચિંતા સતાવે છે કે તે વ્યક્તિ પાસે એટલી સંભાવના અને અવસર છે જ્યારે મારી પાસે એટલા ઓછા અવસરને સંભાવના કેમ ? કહેવામાં આવે છે કે, ઈર્ષ્યા નો ભાવ વ્યક્તિ નાં મનમાં તુલના લઈને આવે છે. એવામાં વ્યક્તિ હંમેશા પોતાની તુલના બીજા લોકો સાથે અને તેની સફળતા સાથે કરે છે. માનવામાં આવે છે કે, એવા વ્યક્તિઓનું જીવન દુઃખમાં જ પસાર થાય છે. કહેવામાં આવે છે કે, બીજા ઈર્ષ્યા કરવાવાળા લોકો ક્યારેય પોતાની ખુશી ને એન્જોય કરી શકતા નથી અને હંમેશા ભય રહે છે કે, બીજો વ્યક્તિ તેનાથી વધુ સુખ સુવિધા પ્રાપ્ત કરી રહ્યો છે. તેના કારણે તે પોતાની પાસે ઉપલબ્ધ સુવિધાનો પણ આનંદ લઇ શકતા નથી.
જયા કિશોરીજી નું માનવાનું છે કે, કોઈ વ્યક્તિ એ બીજા વ્યક્તિ ની ઈર્ષ્યા કરવી જોઈએ નહીં. કારણ કે, ઈર્ષ્યા કરવાવાળા વ્યક્તિઓ ને હંમેશા માનસિક અશાંતિ મહેસુસ થાય છે અને માનસિક તણાવ રહે છે.અને તે ક્યારેય સુખ મેળવી શકતા નથી માટે હંમેશા કોશિશ કરવી જોઈએ કે તમારી પાસે જે હોય તેમાં પ્રસન્ન રહેવું અને તેનાથી વધારે પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.