આ રાશિનાં જાતકોનું રાહુ પણ કંઈ બગાડી શકતો નથી, અને મળેછે હંમેશા સફળતા

આ રાશિનાં જાતકોનું રાહુ પણ કંઈ બગાડી શકતો નથી, અને મળેછે હંમેશા સફળતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ એક અશુભ અને છાયા ગ્રહ માનવામાં આવે છે. આ જ કારણે રાહુનું નામ સાંભળતા જ લોકો ખૂબ જ ગભરાઈ જાય છે. રાહુ  નાં નામથી દરેક વ્યક્તિને એવું લાગે છે કે તેની સાથે કોઈ દુર્ઘટના થશે કે કોઈ અપ્રિય ઘટના બનશે. રાહુ અવશ્ય અશુભ ગ્રહ છે. પરંતુ તે દરેક સ્થિતિમાં અશુભ હોતો નથી. જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘણીવાર રાહુ એટલો બધો શુભ હોય છે કે, વ્યક્તિનાં જીવનમાં કોઈ પરેશાની રહેતી નથી. અને તેનું જીવન સુખ-સમૃદ્ધિથી છલોછલ રહે છે. આ આર્ટીકલ દ્વારા અમે તમને રાહુની સ્થિતિ વિશે વિસ્તારમાં જણાવવા જઈ રહ્યા છીએ.

કુંડળીમાં રાહુ ૧૧ સ્થાનમાં

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં અગિયારમાં સ્થાન પર રાહુ હોય તો તે અશુભ નહીં પરંતુ શુભ સ્થિતિ ગણાય છે. તેનાથી વ્યક્તિને ધનલાભ થાય છે. અને આવક માટેનાં નવા સ્રોતો ખુલે છે. કહેવામાં આવે છે કે, અગિયારમાં સ્થાનમાં રાહુ હોવાથી સમાજમાં માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય છે. અને જીવનમાં હંમેશા પ્રગતિ મળે છે.નોકરિયાત લોકોને પગાર સારો હોય છે. અને વેપારીઓને ખૂબ જ પોતાનાં વેપારમાં ખૂબ જ ફાયદો થાય છે.

આ રાશિનાં જાતકો માટે ખૂબ જ લાભદાયી સિદ્ધ થાય છે રાહુ

જે લોકોનો જન્મ મકર લગ્નમાં થયો હોય તેનાં માટે રાહુ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેની સાથે જ જો ગુરુ બારમા સ્થાનમાં હોય તો તે અત્યંત ફાયદાકારક ગણાય છે. જોકે બીજા જાતકો માટે ગુરુની આ દશાને ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે.

કુંડળીમાં ત્રીજા સ્થાનમાં રાહુ

જ્યોતિષશાસ્ત્ર મુજબજે લોકોની કુંડળીમાં ત્રીજા સ્થાનમાં રાહુ હોય છે તે લોકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. એવા લોકો ધનવાન હોય છે. તેમને જીવનમાં ક્યારેય પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. તેમને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. જે લોકોની કુંડળીમાં ત્રીજા સ્થાનમાં રાહુ હોય છે, તેઓ હંમેશા પ્રગતિ મેળવે છે અને પોતાની કેરિયરમાં પણ ઇચ્છા મુજબનું ફળ પ્રાપ્ત કરે છે. તે લોકોને ક્યારેય પણ હારવું પસંદ નથી તેઓ મહેનત કરવાથી પણ ગભરાતા નથી તેથીજ હંમેશા સફળતા મેળવે  છે.

 કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં રાહુ

જે લોકોની કુંડળીમાં રાહુ છઠ્ઠા સ્થાનમાં હોય છે. તે ખૂબ જ શુભ ફળ આપે છે. જ્યોતિષશાસ્ત્ અનુસાર આવા જાતકોને ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી. આવા જાતકો માં આત્મવિશ્વાસ ખૂબ જ હોય છે. જો ક્યારેય તેમને કોઈ મુશ્કેલી આવે તો તેઓ હિંમતપૂર્વક તેનો સામનો કરે છે.

રાહુની આ દશાથી મળે છે રાજયોગ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ ૧૦ ,૧૧ , ૪, કે ૫ માં સ્થાન પર હોય તો તે ખૂબ જ શુભ ફળ આપે છે. જ્યારે આ સ્થાન પર રાહુની દશા શરૂ થાય છે ત્યારે જાતકને રાજયોગનું સુખ મળે છે.

હથેળીમાં લાંબી રાહુ ની રેખા

જે લોકોની હથેળીમાં લાંબી રાહુની રેખા હોય તેમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હોય છે. આ વિષય પર હસ્તરેખા શાસ્ત્ર કહે છે કે, જો હથેળીમાં લાંબી રાહુ રેખા હોય તે વ્યક્તિ ને રાષ્ટ્રીય સ્તર પર સન્માન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં તે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરે છે તેમાં તેને લાભ અને સફળતા ચોક્કસ મળે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *