આ રાશિનાં જાતકો પર શનિનો અશુભ પ્રભાવ જોવા મળશે અન્ય રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થશે

આ રાશિનાં જાતકો પર શનિનો અશુભ પ્રભાવ જોવા મળશે અન્ય રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થશે

કોઈપણ રાશિ માં શનિ નાં પ્રવેશ થી તેનો વિશેષ પ્રભાવ પડે છે. શનિ દેવને ન્યાય નાં દેવતા કહેવામાં આવે છે. શનિદેવ જાતકોને સાથે આ રીતે ન્યાય કરે છે શનિદેવ દરેક કર્મોનું બરાબર ફળ આપે છે. નવગ્રહ માં સૌથી ચર્ચિત ગ્રહ શનિ ગ્રહ છે. સાથે જ તેને ધીમા ગ્રહના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, શનિદેવ એક રાશિ માં લગભગ અઢી વર્ષ સુધી નિવાસ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ની મહાદશા સાડા સાતીની હોય છે. શનિદેવની મહિમા દરેક લોકો સારી રીતે જાણે છે. જે લોકોની કુંડળીમાં શનિ શુભ ઘરમાં હોય તે લોકોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ અન્ય લોકોને ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવા પડે છે.

શનિદેવ ૧૨ રાશિમાંથી ધણી રાશિ પર વિશેષ કૃપા બનાવી રાખે છે. દરેક ગ્રહનો કોઈ મિત્ર અને શત્રુ ગ્રહ હોય છે. એ જ અનુસાર તે જાતકની રાશિમાં પ્રભાવ જોવા મળે છે. તેમજ ફળદાયી અને દુઃખદાયી સાબિત થાય છે. ચાલો જાણીએ કઈ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહે છે અને કઈ રાશિનાં જાતકોને શનિદેવ નાં નકારાત્મક પ્રભાવ જોવા મળશે. નકારાત્મક પ્રભાવ વાળા લોકોએ હંમેશા શનિદેવ થી સાવધાન રહેવું જોઈએ. શનિદેવ સાથે જોડાયેલ આ ઉપાયો જરૂરથી કરવા જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ બુધ અને શુક્ર ના મિત્ર જ્યારે સૂર્ય અને ચંદ્ર અને મંગળ ગ્રહનાં શત્રુ છે. જ્યારે શનિદેવ ગુરુ ગ્રહની સાથે સમાન વ્યવહાર રાખે છે. કુલ ૧૨ રાશિઓ માંથી શનિદેવ બે રાશિના સ્વામી ગણવામાં આવે છે. તે ૨ રાશિ મકર અને કુંભ છે. આ બંન્ને રાશિના જાતકો પર શનિદેવ હંમેશાં સકારાત્મક પ્રભાવ પાડે છે. સાથે જ તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ અને મેષ રાશિ નીચ રાશિ ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ શનિદેવ નો પ્રભાવ કઈ રાશિ પર કહેવો પડશે.

વૃષભ રાશિ પર શનિદેવનો પ્રભાવ

વૃષભ રાશિનાં જાતકો પર શનિદેવનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. તેથી શનિ નો વૃષભ રાશિ પર શુભ પ્રભાવ જોવા મળે છે.

વૃશ્ચિક,ધન અને મીન રાશી પર શનિદેવનો પ્રભાવ

ધન અને મીન રાશિનાં સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુ અને શનિ ગ્રહ બંને મિત્ર છે. તેથી આ બંને રાશિઓનાં લોકો પર શનિદેવ નો અશુભ પ્રભાવ જોવા મળે છે. તેમજ વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. અને મંગળ ગ્રહ સાથે શનિ ગ્રહ ને મિત્રતા નથી. શનિ ગ્રહ નો વૃશ્ચિક  રાશિવાળા જાતકો પર નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

મકર અને કુંભ રાશિ પર શનિદેવનો પ્રભાવ

મકર અને કુંભ બંનેનાં રાશિનાં સ્વામી શનિદેવ છે. બંને રાશિ પર શનિ દેવની વિશેષ કૃપા રહે છે. અને આ રાશિઓ માટે શનિદેવ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મિથુન રાશિ પર શનિદેવનો પ્રભાવ

મિથુન રાશિનાં જાતકો પર શનિદેવ ની સકારાત્મક અસર જોવા મળે છે. મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધ ગ્રહ અને શનિદેવ ને મિત્રતાનો વ્યવહાર છે.

કર્ક અને સિંહ રાશિ પર શનિદેવનો પ્રભાવ

સૂર્યદેવ સિંહ અને ચંદ્ર દેવ કર્ક રાશિનાં સ્વામી છે. સૂર્ય અને ચંદ્ર બંને દેવતાઓની સાથે શનિદેવને શત્રુતા છે. કર્ક અને સિંહ રાશિ પર શનિ દેવનો નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

કન્યા અને તુલા રાશિ પર શનિદેવનો પ્રભાવ

 

તુલા રાશિ શનિદેવની ઉચ્ચ રાશિ છે તેથી જ તુલા રાશિના જાતકો પર શનિદેવ વિશેષ કૃપા કરે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ કન્યા રાશિનો સ્વામી બુધ છે અને શનિદેવને બુધ ગ્રહ સાથે મિત્રતા નો વહેવાર છે તેથી શનિદેવ કન્યા રાશિનાં જાતકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *