આ રીતે કેળા નાં ઝાડ ની પૂજા કરવાથી, લાગી શકે છે બમ્પર લોટરી

હિન્દુ ધર્મમાં વૃક્ષો ને ખૂબ જ માન સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. કેટલાક વૃક્ષો એવા છે જેમકે પીપળો, તુલસી, કેળા વગેરેની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર માં કેળા નાં વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, કેળા નાં વૃક્ષની પૂજા કરવાથી ગ્રહ દોષ દુર થાય છે અને તમારી પરેશાની દૂર થાય છે. આ ઉપરાંત કેળા નાં વૃક્ષ ની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. જે આ પ્રકારે છે.
- કમજોર આર્થિક સ્થિતિમાંથી પસાર થી રહેલ લોક ને કેળા નાં વૃક્ષની પૂજા કરવાથી લાભ થાય છે. ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નિયમિત રૂપથી કેળા નાં વૃક્ષની પૂજા કરીને મહાલક્ષ્મી નાં ચરણ માં કેળું અર્પણ કરવાથી દેવી લક્ષ્મી ખુશ થઇને તમને આશીર્વાદ આપશે. તમારા ઘરમાં પૈસાની કમી ક્યારેય નહીં રહે.
- તમારી કુંડળીમાં ગુરૂ ગ્રહ તેજ હોય અને તેનો કોઇ દોષ હોય તો ગુરૂવારે કેળા નાં વૃક્ષની પૂજા કરવી અને જળ અર્પણ કરવું. અને કાચું દૂધ અર્પણ કરવું. તેથી ગુરુ ગ્રહ સાથે જોડાયેલ દરેક દોષ દૂર થાય છે.
- જો તમારા સંતાનને કોઈ કષ્ટ હોય કે પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો રોજ કેળા નાં વૃક્ષની સેવા કરવી. તેનાથી તમારા સંતાનને ક્યારેય કોઈ કષ્ટ નહીં રહે.
- જો તમારા વિવાહ યોગ ના બની રહ્યા હોય અનેક પ્રયત્નો કર્યા બાદ પણ લગ્ન થઈ રહ્યા ન હોય તો, કેળાં નું વૃક્ષ તમારી આ સમસ્યા દૂર કરી શકે છે. રોજ કેળા નાં વૃક્ષની પૂજા કરવાથી તમને મન વાંછિત જીવનસાથી મળી શકે છે.
- શિક્ષા સાથે જોડાયેલ કોઇ સમસ્યા હોય ત્યારે કેળા નાં વૃક્ષ ની પૂજા કરવાથી લાભ થાય છે.
- પતિ-પત્ની વચ્ચે મતભેદ અને લડાઈ દૂર કરવા માટે કેળા નું ઝાડ લાભકારી સાબિત થાય છે. પતિ-પત્ની વચ્ચે નો પ્રેમ મજબૂત કરવા માટે કેળા નાં વૃક્ષ ની પૂજા કરી તેની સામે ઘીનો દીવો કરવો.
- જો તમારી સંતાન તમને દુઃખ આપી રહી હોય કે કોઈ રીતે પરેશાન કરી રહી હોય, તો ગુરુવાર નાં દિવસે કેળા નાં ઝાડ નીચે બેસીને ગુરુ ગ્રહ નાં મંત્ર નાં જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થશે.