આ રત્નોને એકસાથે પહેરવાથી દુર્ઘટના થઈ શકે છે, તેને ભૂલથી પણ એકસાથે પહેરવા નહીં

હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તમારી રાશિ અને કુંડળી પર ગ્રહ-નક્ષત્ર નો શુભ અને અશુભ પ્રભાવ તમારા જીવન પર પડે છે. જો તમારા પર કોઈ ગ્રહ-નક્ષત્રો અશુભ પ્રભાવ હોય તો, જ્યોતિષો દ્વારા તમને એક ખાસ પ્રકારનાં રત્નની વીંટી પહેરવાની સલાહ આપવામાં આવેછે.પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ખાસ પ્રકારનાં રત્નો જો એકસાથે પહેરવામાં આવે તો લાભને બદલે નુકસાન થઈ શકે છે. તેથી આ રત્નો ની જોડી ને ક્યારેય એકી સાથે ન પહેરવી જોઈએ. અન્યથા તેના વિપરિત પ્રભાવ તમારા જીવનમાં પરેશાની લાવી શકે છે. તો ચાલો જાણીએ કયા રત્નો ને એકીસાથે પહેરવાથી બચવું જોઈએ.
મોતીની નું રત્ન
તમારી રાશિ કે કુંડળીમાં ચંદ્ર નો અશુભ પ્રભાવ ચાલી રહ્યો હોય તો મોતી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે તેને ક્યારેય પણ હીરા, પન્ના ,લસુનયા અને નીલમની સાથે પહેરવો જોઈએ નહીં. તેને એકસાથે ધારણ કરવામાં આવે તો જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ આવી શકે છે અને માનસિક તણાવમાં વૃદ્ધિ થઇ શકે છે.
પન્ના નું રત્ન
જો તમારા પર બુધ ગ્રહ નો દોષ ચાલી રહ્યો હોય તો પન્ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. પન્ના સાથે પોખરાજ, મૂંગા અને મોતી નું રત્ન ન પહેરવા જોઇએ. તેનાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તેને સાથે પહેરવાથી ધનનું નુકસાન થાય છે ઘરમાંથી બરકત ચાલી જાય છે તેથી તેને સાથે પહેરતા પહેલા જાણકારોની સલાહ અવશ્ય લેવી.
લસુણીયા નું રત્ન
માણીકય,મૂંગા, પોખરાજ અને મોતી ને ભૂલથી પણ એકીસાથે ના પહેરવા જોઈએ. તેને સાથે પહેરવામાં આવે તો દરેક કામ રૂકાવટ આવે છે. અને માનસિક તણાવમાં વધારો થાય છે. તેથી અને ક્યારેય પણ તેને સાથે પહેરવા જોઈએ નહીં.
નીલમ નું રત્ન
નીલમ શનિ ગ્રહનું રત્ન છે. તેને સાથે માણીકય, મૂંગા,મોતી કે પોખરાજ સાથે ધારણ કરવા જોઇએ નહીં. તેને એક સાથે ધારણ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં કોઈ દુર્ઘટનાની આશંકા પણ વધી જાય છે. તેથી અને રત્નો ને સાથે પહેરવા થી બચવું જોઈએ.